સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

મોરબી જીલ્લામાં કોરોના અંગે સાંસદોની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

મોરબી : મોરબી જીલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને રાખીને કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીગના અંતે મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લાની સ્થિતિને જોતા રીવ્યુ મીટીંગ યોજી હતી જેમાં કલેકટર અને જીલ્લાના ઉચ્ચ અધિકારીએ સાથે મીટીંગ કરી લોકોને વધુ સુવિધા મળે તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું તો સિવિલ હોસ્પિટલમાં ૩૯  બેડ ખાલી  છે તો મોરબીની ૩ પ્રાઈવેટ હોસ્પિટલમાં ૧૪૦ બેડની સુવિધા કરવામાં આવી છે તેમજ પાટીદાર સમાજ દ્વારા ૩૦૦ બેડની કોવિડકેર સેન્ટર પણ શરુ કરવામાં આવી છે.કોરોનાના પોઝીટીવ દર્દીઓ હેરાન ન થાય તે માટે ૧૦,૦૦૦ ટેસ્ટીંગ કીટ સાંજ સુધીમાં મોરબી પહોચી જશે તેમજ દર્દીઓને કયાં એડમીટ થવું અને કયા જગ્યા ખાલી છે તે માટે એક હેલ્પલાઈન જાહેર કરવામાં આવનાર છે તો આર.સી.પી.સી.આર ટેસ્ટના રીપોર્ટ બાબતે પૂછતા જણાવ્યું હતું કે વધારે પ્રમાણમાં ટેસ્ટીંગ થવાની લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં મોડું થઇ રહ્યું છે તો રેપીડ ટેસ્ટ દર્દી માટે સચોટ રીપોર્ટ છે જેથી રેપીડ ટેસ્ટ લોકો કરાવે તો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લાની સ્થિતિને જોતા વધારે પ્રમાણમાં બેડની સુવિધા કરવામાં આવી છે તો સિવિલ હોસ્પિટલ, પીએચસી અને સીએચસી સેન્ટરમાં ડોકટર અને સ્ટાફની પણ જરૂર જણાય ત્યારે વધારો કરવામાં આવે તો જીલ્લામાં સ્થાનિક લેબોરેટરી માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.તેમજ તમામ નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. મીટીંગ યોજાઇ તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:35 am IST)