સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

જસદણના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા વડાળી ગામમાં શ્રમદાનનું આયોજન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૭ : પર્યારણ શિક્ષણ કેન્દ્ર જસદણ અને સી.એલ.પી. વિન્ડ ફાર્મ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના સંયુકત ઉપક્રમે જસદણ અને ચોટીલા તાલુકાના ૦૯ ગામોમાં 'આરોહણ' પ્રોજેકટનો બીજો તબક્કો શરુ કરવામાં આવેલ છે પ્રોજેકટ અંતર્ગત ગામોમાં પાણી, આજીવિકા,અનેશિક્ષણ સંબધી કામો કરવામાં આવી રહ્યા છે.

આરોહણ પ્રોજેકટ અંતર્ગત વડાળી ગામમાં ચાલતા બહેનોના મંડળો દ્વારા શ્ર્મદાનનું આયોજનકરવામાં આવેલ જેમાં ગામમાંઆવેલ સ્મશાનની સફાઈ કરી બગીચામાંથી ઘાસ કાઢ્યું અને વ્યવસ્થિત કયારાઓ બનાવી પાણી પાવામાં આવ્યું. તેમજ આવેલા બધા લોકોએ પ્રતિજ્ઞા લીધી કે અમે આજથી કચરો કચરાપેટીમાં જ નાખીશું. ગામમાં ઉકરડા નહી કરીએ.જરૂર પુરતું જ પાણી વાપરશુંવગેરે. જેમાં વડાળી ગ્રામ પંચાયત, બહેનોના મંડળ તેમજ ગામ લોકોનો ખુબસારો સહયોગ મળ્યો હતો. બહેનો તથા ભાઈઓ નિર્ધારિત સમય મુજબ સ્મશાનમાં સફાઈ માટે જરૂરી સાધનો લઇ ભેગા થયા અને સાથે મળીને સ્મશાનમાં બિનજરૂરી ઉગી નિકળેલ ઘાસ, સુકા પાંદડા તેમજ કચરો સાફ કરી ગામ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા પ્રદાન કરવામાં આવી હતી. ભાઈઓ અને બહેનો તથા બાળકોએ સાથે રહી ખુબ જ ઉત્સાહભેર કામગીરી કરી હતી. બહેનોએ સાથે મળીને અંતે કચરો કચરાપેટીમા જ ફેકવાની તેમજ પાણીનો જરૂર પુરતો જ ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી.

આ ઉપરાંત જે કઈ સુકો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો તેને સળગાવવાનો નથી, પરંતુ તેને ખાતર સ્વરૂપે ઉપયોગમાં લઈને દરેક વૃક્ષને મલ્ચીંગ રૂપે ખાતર પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સુમન રાઠોડે આપ્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે રીટા વોરા, અરજણ સાકરિયાએ જહેમત ઉઠાવી હતી.

(10:24 am IST)