સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

ભાવનગર માં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને મેરૂ નર્સિંગ હોમ અને નવજીવન મેડિકલ સેન્ટર, ભાવનગરને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી અપાઈ

ભાવનગર :કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર-જિલ્લામાં અગમચેતી રૂપે કોરોનાના કેસના પ્રમાણમાં જરૂરી બેડ ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેરૂ નર્સિંગ હોમની કોરોનાના બેડ વધારવાની મંજૂરી સંદર્ભે જરૂર જણાય તો બેડ વધારવાની પરવાનગી સાથે કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
તેવી જ રીતે નવજીવન મેડિકલ સેન્ટર, ભાવનગરને પણ આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે આ રીતે હવે ભાવનગર જિલ્લામાં ૧૪ હોસ્પિટલોને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે માન્યતા છે જેમાં જનરલની ૯૧, H.D.U.ની ૧૨૯, I.C.U.ની ૫૯, N.I.C.U.ની 3 મળી કુલ ૨૮૨ બેડ કોરોના માટે આરક્ષિત રખાયા છે.
ઉપરોક્ત હોસ્પિટલોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઈઓ મુજબ નિર્ધારિત કરેલ દરે સારવાર આપવામાં આવશે. તેનાથી વધુ દર લઇ શકાશે નહીં.
જો આવી જોગવાઈઓનું ઉલ્લંઘન થતું જણાશે તો આવી સંસ્થા કે વ્યક્તિ ભારતીય દંડ સંહીતા- ૧૮૬૦ ની કલમ-૪૫ હેઠળ દંડને પાત્ર ઠરશે.

(8:58 pm IST)