સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં : જિલ્લાના કુલ ૯,૬૦,૫૫૧ મતદારો માટે ૧૧૪૬ મતદાન મથકો ઉભા કરાશે

રાજકોટ :રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાનારી રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ માટે ચુંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

 મતદારો એ ચૂંટણીની પ્રક્રીયાના પાયાના ધટકો છે. જિલ્લાના કુલ ૯,૬૦,૫૫૧ મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવશે. જે અન્વયે કુલ ૫,૦૩,૦૭૦પુરૂષો અને ૪,૫૭,૪૭૯ જેટલા સ્ત્રી મતદારો નોંધાયેલા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો છે. મતદારો શાંતીપૂર્ણ અને સલામત રીતે નિર્ભિક માહોલમાં મતદાન કરી શકે તે માટે મતદાન માટે કુલ ૧૧૪૬ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. ચાલુ મતદાન દરમ્યાન ઈ.વી.એમ મશીનમાં કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાય તેવા સંજોગોને ધ્યાને લઈને ૧૦ ટકા રિઝર્વ ઈ.વી.એમ સહીત ૨૬૭૫ બેલેટ અને કંટ્રોલ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ૭,૧૦૨ વ્યક્તિઓનો પોલીંગ સ્ટાફ, ૧,૨૧૮ વ્યક્તિઓનો પોલીસનો સ્ફાફ, ૮ રીટર્નિંગ ઓફીસરો, ૨૨ આસી.રીટર્નિંગ ઓફીસરો સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.

(8:59 pm IST)