સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

૩૫૫ ભારતીય માછીમારોને પાકિસ્તાન જેલમુકત કરશે

૭મી માર્ચથી શરૂ કરીને ૪ તબક્કામાં છોડી મુકાશેઃ માછીમાર પરિવારોમાં ખુશી છવાઇ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૨: ભારતીય માછીમારો પાકીસ્તાન પ૦૦ થી વધારે છે તેની વારંવાર  રજુઆત કરેલ જેથી પાકીસ્તાન સરકાર ૩પપ માછીમારોને ચાર તબકકામાં મુકત કરશે અને તા.૭ થી શરૂઆત થશે.

ભારત ના પ૦૦ થી વધારે માછીમારો પાકીસ્તાન જેલ માં છ માસ થી ૩ વર્ષ સુધીની સજા ભોગવી રહેલ છે તેમાંથી ૩પપ જેટલા માછીમારોની સજા પુર્ણ થયેલ હોય તે તમામ ને મુકત કરવામાં આવશે.

આમાં સૌથી વધારે માછીમારો ગીર સોમનાથ જીલ્લાના હોવાનું  જાણવા મળેલ છે ચાર તબકકામાં માછીમારોને મુકત કરવામાં આવશે અને તા.૭ માર્ચ થી તેની શરૂઆત કરાશે પોરબંદર વિસ્તારના બોટોમાં સૌથી વધારે ખલાસીઓ પાકીસ્તાન ના નેવીના હાથે પકડાય છે.

દરીયાની સીમાની બહાર બોટો જતી હોય તેથી આ માછીમારોને પાકીસ્તાન નેવી દ્રારા ઝડપી લેવામાં આવે છે પાકીસ્તાન સરકાર દ્રારા કરોડો રૂપીયાની બોટો ઝપ્તે કરી લેવામાં આવે છે તે પરત અપાતી નથી અને ત્યાં હરરાજી કરવામાં આવે છે જેથી સુરક્ષાનું પણ જોખમ  રહે છે.

પાંચ સીવીલીયનને પણ મુકત કરવામાં આવશે તેથી કુલ સંખ્યા ૩૬૦ ની હોવાનું જાણવા મળેલ છે માછીમારોને મુકત કરવાની જાહેરાત થતા કોડીનાર, ઉના, દીવના પરીવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળેલ હતો.

(2:54 pm IST)