સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

જામનગર કોર્પોરેશનમાં ૨૫ વર્ષથી ભાજપનું શાસન : ૧૯૯૯માં બળવો થયો'તો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૨: જામનગર કોર્પોરેશનમાં ૨૫ વર્ષથી ભાજપનું શાસન છે. ૧૯૯૯માં બળવો થયો હતો.

કોર્પોરેશનમાં એકધારૂ ૨૫ વર્ષથી કોર્પોરેશનમાં ભાજપ શાસન કરે છે. ૧૯૯૯માં બળવો કરીને ૧૮ ભાજપના કોર્પોરેટરો વિરોધ પક્ષના ટેકા સાથે શાસન સંભાળેલ હતું. પછી બે -ત્રણ મહિનામા તેઓ સમતા પાર્ટી સાથે જોડાઇ ગયેલ હતા અન. એક વર્ષ શાસન કર્યું હતું.

ત્યારે મેયર તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા રહ્યા હતા. ત્યારબાદ ૨૦૧૭માં ધર્મેન્દ્રસિંહ ઝાલા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સાથે ભાજપમાં જોડાઇ ગયા છે.

(1:34 pm IST)