સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

જૂનાગઢ જેસીઆઇના નવા હોદ્દેદારો

 

 જૂનાગઢ : જેસીઆઇ ૨૦૨૧ના નવા પ્રમુખ અને તેની ટીમનો શપથ વિધિ સમારોહ શહેરમાં સમાજ શ્રેષ્‍ઠી, પોલીસ અધિકારીની હાજરીમાં યોજાયો હતો. જેમાં શહેરમાં કોરોના વોરીયર્સનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. ઉદઘાટન મેયર ધીરૂભાઇ ગોહેલના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ. જેસીઆઇ જૂનાગઢના નવા પ્રમુખ તરીકે જેસી જયદીપ ધોળકીયા તથા સેક્રેટરી તરીકે જેસી ચેતન સાવલીયા, ડાયરેકટર જેસી કિશોરભાઇ ચોટલીયા, પ્રોજેકટ ડાય. જેસી કમલભાઇ સેજપાલ સાથે તેની ટીમ તથા સાથે નવા જોડાયેલ મેમ્‍બર્સ જે.જે.વિંગના ચેરમેન જે.જે.દીપેશ સોનીએ શપથ લીધા હતા. વર્ષ ૨૦૨૦ના ડાયનેમીક પ્રેસી. જેસી વિરલ કડેચાએ તેના વર્ષ દરમિયાન થયેલ કાર્યનો રીપોર્ટ રજૂ કરાયો હતો. કાર્યક્રમમાં ઇન્‍સ્‍ટોલીંગ ઓફીસર તરીકે ઝોન ૭ના ઝોન વાઇઝ પ્રેસી. જેસી શહેઝાદ બોદિલા, અતિથિ વિશેષ તરીકે જેતપુરથી પધારેલ જેસી રાજીવ મકવાણા (પાસ્‍ટ નેશનલ ડીરેકટર), જેસી ઉમાકાંત જોશી (પાસ્‍ટ નેશનલ ડીરેકટર), જેસી સંજય કોરડીયા (પાસ્‍ટ ઝોન વાઇઝ પ્રેસી) વન મેન આર્મી કિરીટભાઇ બી.સંઘવી, જયશ્રીબેન સંઘવી, મેન્‍ટર જેસીઆઇ જૂનાગઢ મહિલા, જયોત્‍સનાબેન હીરપરા, પુર્વ પ્રમુખ જેસીઆઇ જૂનાગઢ મહિલા કેતકીબેન જાની, શિશુમંગલ સંસ્‍થાના મંત્રી પ્રકાશભાઇ ચૌહાણ, સુરેશભાઇ પાનસુરીયા, સંજયભાઇ મણવર, જયેશ કકકડ, નયન રૂપારેલીયા સહિત અનેક વગેરે મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા. કોરોના કાળ દરમિયાન જૂનાગઢમાં કોરોના વોરીયર્સ તરીકે જેને ઉતમ સેવા કરી છે. તેવા જીલ્લા પોલીસ ટીમના જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આર.કે.ગોહિલ તથા વાયરલેસ પીએસઆઇ પી.એચ.મશરૂ અને કોરોનાની મહામારીના સમયમાં સરકારશ્રી અને વહો દ્વારા જે જાણકારી અપાઇ હતી. ફેસબુકમાં અમિતભાઇ ચરાડવા દ્વારા જનતાને સતત જાગૃત કરવા બદલ સન્‍માનવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મેન્‍ટર જેસી અરવિંદભાઇ સોની, ડાયરેકટર જેસી કિશોરભાઇ ચોટલીયા, પ્રોજેકટ ચેરમેન જેસી કમલભાઇ સેજપાલ, જેસી યતીનભાઇ કારીયાના માર્ગદર્શન હેઠળ નવનિયુકત પ્રમુખ જેસી જયદીપ ધોળકીયા, સેક્રેટરી ચેતન સાવલીયા, જેસી વિરલ કડેચા, જેસી ડો.જય રાણીંગા, જેસી કેતન ચોલેરા, જેસી ચિરાગ કડેચા, જેસી વિજય ચાવડા, જેસી પાર્થ પરમાર, જેસી વિપુલ ભુવા, જેસી જયેશ ધોળકીયા, જેસી જગદીશ મદનાની અને જેસીઆઇ પરિવારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જેસી કેતન ચોલેરાએ કરેલ હતુ. શપથવિધિ સમારોહની તસ્‍વીર.

(1:29 pm IST)