સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

બગવદરની મજીવાણા સીમમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે ૨ ઝડપાયા

પોરબંદર, તા. ૨૨ :. બગવદરની મજીવાણા ખારી સીમમાંથી દારૂની ૪૦ કોથળી ભરેલા પાંચ બાચકામા ૨૦૦ લીટર દેશી દારૂ કિંમત રૂ. ૪ હજાર સાથે ૨ શખ્સોને પોલીસે પકડી પાડેલ છે.

પ્રોહીબીશનના કેસો કરવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવારનાઓએ સૂચના કરેલ જે અન્વયે પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી  ડો. રવિ મોહન સૈની તથા શ્રી સ્મિત ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગ્રામ્ય ડિવીઝન પોરબંદર દ્વારા ખાસ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવેલ હોય જે ડ્રાઈવમાં અસરકારક કામગીરી કરવા ઈન્ચા. પો.સબ. ઈન્સ. એચ. સી. ગોહિલ બગવદર પોલીસ સ્ટેશનનાઓ તથા સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં આવી ગે.કા. દારૂની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ ચૂંટણીલક્ષી પેટ્રોલીંગ દરમ્યાન લોકરક્ષક વિજયસિંહ છેલાવડાને મળેલ બાતમીરાહે હકીકતવાળી જગ્યા મજીવાણા ગામના ખારીમાં આવેલ બાવળની કાંટમાં પંચો સાથે રેઈડ કરતા આરોપી (૧) બધા અજાભાઈ મોરી (ઉ.વ. ૩૮) રહે. પાસ્તરડી ગામ તા. ભાણવડ (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના કબ્જામાંથી પાંચ-પાંચ લીટર દેશીદારૂ ભરેલ કોથળીઓ નંગ ૪૦ ભરેલ બાચકા નંગ-૫ દારૂ લીટર ૨૦૦ કિં. રૂ. ૪૦૦૦નો મળી આવતા કબ્જે કરેલ અને સદરહુ દારૂનો જથ્થો રત્ના પોલાભાઈ મોરી રહે. રાણપરવાળા પાસેથી આરોપી બધા અજા મોરી તથા વેજા ભારાભાઈ મોરી રબારી રહે. પાસ્તરડી હાલ રહે. મજીવાણા ખારીમાં વાળાએ સંયુકતમાં વેચાણ કરવા અર્થે મંગાવેલ હોય તમામ વિરૂદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. તેમજ આ કામે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે તપાસ ચાલુ છે.  આ કામગીરી ઈન્ચા. પીએસઆઈ એચ.સી. ગોહિલ તથા હેડ કોન્સ. એચ.વી. કનારા તથા લોકરક્ષક વિજયસિંહ છેલાવડા, સતીષભાઈ જોધાભાઈ તથા બળદેવભાઈ, સંજયભાઈ મારૂ વાળા વિગેરે બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:27 pm IST)