સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

વેરાવળ-શાપરના સર્વિસ રોડમાં ગંદા પાણીનો ભરાવો

શાપર-વેરાવળ તા.રર : વેરાવળ-શાપર હાઇવે ઓથોરિટી દ્વારા એકાદ માસ પેલા જ સર્વિસ રોડ પર ઉભરાતી ગટર નું સમારકામ કરાયું હતું જેમાં ઓવર ફ્લો થઇ ને ભરાતું પાણી બંધ થયું હતું જેમાં હાલ ૪ દિવસ થી વધારે વેરાવળ સાઈડ ના સર્વિસ રોડ પર ગટર નું ગંદુ પાણી સર્વિસ રોડ પર વહેતુ થઇ ચૂકયું છે જેમાં પાણી ભરાતા આજુબાજુ દુકાન ધારકો મા પણ રોગચાળા નો ખતરો પણ મંડરાયેલો છે.. જેથી આ પાણી નો નિકાલ કોઇ વ્યવસ્થા નહીં હોવાથી સર્વિસ રોડ પર ખાબોચિયા મા ભરાવો થયો છે. બિસ્માર સર્વિસ રોડ ના ખાડા મા પાણી ભરાતા પસાર થતા વાહન ચાલકો મા પણ ત્રસ્ત જોવા મળી રહ્યા છે. હાલ પાણી નો ભરાવો થતા પસાર થતા લોકો ને પણ મોઠે રૂમાલ રાખીને પસાર થવું પડે તેવિ હાલત સર્જાઈ છે હાલ ચૂંટણી નો માહોલ હોય જેથી નેતાઓ પણ પોત પોતાના પ્રચારો મા વ્યસ્ત છે. પણ આ રોડ પર ભરાયેલું પાણી કોઈને દેખાય નહીં રહ્યું છે.. જેથી આવનારા દિવસો મા એ જોવાનું રહ્યું છે કે આ સર્વિસ રોડ પર ગમે ઉભરાઈ આવતા પાણી ની સમસ્યા હાલ કયારે હલ થશે અને લોકો ને મુશ્કેલી કયારે દૂર થશે. અને અહીં સર્વિસ રોડ પર હજારો ની સંખ્યા મા દરરોજ વાહનો ની અવરજવર રહેતી હોય છે. આ ગટર જામ થવા ના પ્રશ્નો વારંવાર બનતા હોય છે. પણ તંત્ર આંખ આડા કાન રાખીને બેઠું હોય છે તેવું લાગી રહ્યું છે જેથી તંત્ર ની દ્યોર બેદરકારી સામે આવી છે વહેલી તકે ગટર જામ થય ગયેલ હોય તેને સાફ સફાઈ કરાવી અને આ ઉભરાતી ગટર નું સમારકામ વહેલી તકે કરવા મા આવે તેવી લોક માંગ ઉઠી છે.

(1:25 pm IST)