સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

પોરબંદર ગૃહપતિ દ્વારા થયેલ સૃષ્ટિ વિરૂધ્ધના ગુનામાં પકડાયેલ ટ્રસ્ટીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

પોરબંદર, તા.૨૨: પોરબંદરમાં ચકચારી બનેલા લોહાણા બાળાશ્રમના પ્રકરણમાં ટ્રસ્ટીને નિદોર્ષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હોત.

૨૦૧૪માં પોરબંદરમાં અતિ ચર્ચાનું કેન્દ્ર બનેલા પોરબંદર લોહાણા બાળાશ્રમના ગૃહપતિ દ્વારા બાળકો વિરૂઘ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરેલુ હોય તેવા મતલબની ફરીયાદ દાખલ થયેલી હતી. અને સાથે સાથ પાંગબંદરના વેપારી લોહાણા આગેવાન અને લોહાણા બાળાશ્રમના પ્રમુખ સુરેશભાઇ સીમરીયા કે જેઓને પણ ટ્રસ્ટી હોવાના કારણે આરપી બનાવલા હતાં. અન સુરેશભાઈ સીમરીયા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી રોકાયેલા હોય અને તેઓએ દલીલ કરી જણાવેલ કે, સુરેશભાઇ સીમરયા લાહાણા આગેવાન છે. અને દાતા તરીકે ટ્રસ્ટી છે. અને અનેક ટ્રસ્ટોમાં સવા આપે છ. અન તેઓ લોહાણા શ્રેષ્ઠી તરીકે જ પ્રમુખ તરીકે રહેલા હોય અને રોજેરાજ તેઓ બાળાશ્રમ જતા ન હોય અને કોઈ બાળકોએ કે, વાલીએ કોઈ બનાવ સંબંધની કોઇ વાત સુરેશભાઈને કરેલ ન હોય અને કોઈ સારી પ્રવૃતિમાં ટ્રસ્ટી થવુ તે કઇ ગુન્હા ન હોય અને જો ટ્રસ્ટીઓ સામે ખોટી કાર્યવાહી કરવામાં આવે તો ધીરે ધીરે સમાજમાં સારી પ્રવૃતિઓ બંધ થઈ જાય અને કોઈપણ સારી વ્યકિત કોઈપણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન થાય અને તે રીતે સુરેશભાઈ સીમરીયાને મુળ બનાવ સાથે કાંઈ લેવા દેવા ન હોય અને ટ્રસ્ટી હોવાના નાતે જ પોલીસે ખોટી રતે સંડોવી દીધેલા હોવાની અને પુરાવામાં કોઈપણ બાળકે સુરેશભાઈ સીમરીયાને બનાવ સંબંધેની વાત કરેલી હોય તેવી કોઈ વિગત જણાવેલ ન હોય તેવી વિગતવાર દલીલ કરતા સુરેશભાઈ સીમરીયાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સુરેશભાઈ સીમરીયા વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, ઢેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવધણજાડેજા રોકાયેલા હતાં.

(1:24 pm IST)