માળિયામાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર જેલ હવાલે
મરોબી,તા.૨૨ : માળિયા પંથકમાં માનસિક રીતે અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ડીએનએ સેમ્પલ મારફત પોલીસે આરોપીનું પગેરૂ મેળવી ઝડપી લીધો હતો જે આરોપીને આજે કોર્ટમાં રજુ કરી બાદમાં જેલહવાલે કરાયો છે જેમાં ભોગ બનનાર યુવતીના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેન માનસિક રીતે સંતુલિત ના હોય જેની સાથે અજાણ્યા ઇસમેં બળજબરીથી અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરી સાડા પાંચથી છ મહિનાનો ગર્ભ રાખી દીધો હતો જે બનાવની તપાસ ચલાવતા માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાની ટીમે ડીએનએ ટેસ્ટ મારફત દુષ્કર્મ આચરનાર નરાધમ અબ્દુલ હાજી કાજેડીયા નામના ૨૧ વર્ષના શખ્શને માળિયા પોલીસ ટીમે દબોચી લીધો હતો જે આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે.