સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

જેતપુરમાં મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

જેતપુર તા. ૨૨ : કોળી લાઇન વિસ્‍તારમાં રહેતો શખ્‍સ પોતાના જ રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવતો હોય જે આધારે પોલીસે રેડ કરતા ઘોડી પાસાનો જુગાર રમતા ૬ શખ્‍સોને રૂ.૩૫૬૫૦ સાથે ઝડપી લીધેલ. જયારે મકાન માલીક હાજર ન મળી આવેલ.

શહેર પોલીસ ઇન્‍સ્‍પેકટર જે. બી. કરમુર તેના સ્‍ટાફ અજીતભાઇ જણકાર, ભાવેશભાઇ ચાવડા, વિજયભાઇ દાફડા, રામજીભાઇ ગરેજા, પંકજભાઇ તલસાણીયા, મનદિપસિંહ જાડેજા સાથે પેટ્રોલીંગમાં નિકળેલ. દરમિયાન બાતી મળેલ કે કોઇ કોળી લાઇન વિસ્‍તારમાં રહેતો સબ્‍બીર ઉર્ફે સબો કાદરભાઇ મકરાણી કોળી પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમાડતો હોય જે આધારે પોલીસે કોળી લાઇન જલારામ કિરાણાવાળી શેરીમાં આવેલ મહાજનના ડેલામાં સબ્‍બીરના રહેણાંક મકાનમાં રેડ કરતા ઘોડી પાસાનો જુગાર રકતા સાજીદ અબ્‍દુલભાઇ પરમાર (રહે. લાદી રોડ, શાક માર્કેટ પાસે), આશીફ ઉર્ફે બાંગો અશરફભાઇ શેખ (રહે. નાના ચોક), ઇમરાન સફીભાઇ જુસાણી (રહે. લાદી રોડ, કાપડીયા કોલોની), ઇકબાલ હાજીભાઇ રાઠોડ (રહે. જમાઇવાડા), ઇમરાન હનીભાઇ બકાલી (રહે. કાપડીયા કોલોની, લાદી રોડ), સલમાન રફીકભાઇ છુટાણી (બોખલા દરવાજા) તમામ શખ્‍સોને રોકડા રૂ. ૩૫,૬૫૦ સાથ પકડી પાડેલ. જયારે મકાન માલીક સબ્‍બીર મકરાણી હાજર ન હોય તમામ વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:19 pm IST)