સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

ભાવનગર કોર્પોરેશનમાં કોનું શાસન ? કાલે ફેંસલો

ગત વખત કરતા આ વખતે ૨ ટકા વધુ મતદાનઃ ૨૧૧ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૨ :. ભાવનગર કોર્પોરેશનમાં કોનુ શાસન આવશે ? તેનો ફેંસલો કાલે થઈ જશે. ૧૩ વોર્ડની બાવન બેઠકો માટે ૨૧૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્‍યુ છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્‍ન થયુ છે. ૨૧૧ ઉમેદવારોના કોર્પોરેટર થવાના કોડ મતપેટીમાં પુરાયા છે. મતદાન ૪૯.૪૭ ટકા થયુ છે. ગત ટર્મ કરતા બે ટકા વધુ મતદાન થયુ છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડના બાવન સભ્‍યો માટે રવિવારે મતદાન થયુ હતું. સવારે ધીમી ગતિએ મતદાન શરૂ થયુ હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ હાશકારાની લાગણી અનુભવી છે. આજે યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ૫૨, કોંગ્રેસના ૫૧, અન્‍ય પક્ષોના ૧૦૫ માટે ૩ અપક્ષ સહિત કુલ ૨૧૧ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં પુરાયુ છે. ચૂસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે મતદાન શાંતિપૂર્ણ રીતે થયુ છે. આ વખતે ચૂંટણીનો માહોલ જામ્‍યો ન હતો. શહેર-ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડયાનુ મહામંત્રી યોગેશભાઈ બદાણીએ ભાજપના જંગી વિજયની અને કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થશે તેમ જણાવ્‍યુ છે, ત્‍યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ આ ચૂંટણીમાં ભાજપની અનેક પેનલો સાફ થઈ જશે અને લોકો કોંગ્રેસને વિજય બનાવશે તેમ જણાવ્‍યુ હતું.

 

(11:05 am IST)