સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

માંડવા-ઢસા વચ્‍ચે સર્જાયેલા ગમખ્‍વાર અકસ્‍માતથી પરિવારજનો આઘાતમાં ગરક

ત્રણ અરથી એક સાથે ઉઠીઃ પાંડેરીયા ગામ હીબકે ચડયું

રાજકોટના ડેપ્‍યુટી કલેક્‍ટર ચરણસિંહ ગોહિલના પત્‍નિ-પુત્રી-સાળાના મોતથી શોકની કાલિમાઃ વતનમાં વહેલી સવારે અંતિમવિધી વખતે આંસુનો દરિયો વહ્યો

ભાવનગરઃ તસ્‍વીરમાં નાયબ કલેકટર ચરણસિંહ ગોહિલના પત્‍નિ ચેતનાબેન પુત્રી ગરીમા અને શાળા ધનંજયસિંહ ચુડાસમાના મૃતદેહ નજરે પડે છ.ે(તસ્‍વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

પાલીતાણા-ભાવનગર-ગઢડા તા.રર : બોટાદ જીલ્લાના માંડવા-ઢસા ગામ વચ્‍ચે ગઇકાલે સાંજે રાજકોટના ડેપ્‍યુટી કલેકટર ચરણસિંહ ગોહિલના પત્‍નિ ચેતનાબેન, પુત્રી ગરીમાબેન  અને સાળા ધનંજયસિંહ ચુડાસમાના મોતથી અરેરાટી વ્‍યાપી ગઇ છ.ે

આજે સવારે તેમના વતન પાલીતાણાના પાંડેરીયા ગામમાં એક સાથે અસ્‍થી ઉઠતા નાના એવા ગામમાં ભારે શોક છવાયો છે.

વતનમાં વહેલી સવારે અંતિમવિધી કરવામાં આવી હતી. જેમા તેમનાપરિવારજનો અને ગ્રામજનો જોડાયા હતા અને શ્રદ્ધાંજલી અર્પી હતી. અંતિમવિધિ વખતે દરેકના આંખમાં આંસુનો દરિયો વહ્યો હતો.અને શોધની કાલિમા છવાઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગઢડા(સ્‍વામીના) તાલુકાના ઢસા નજીક માંડવા-ઢસા રોડ ઉપર ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા રાજકોટમાં ડેપ્‍યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલના પત્‍ની અને પુત્રી બંને પોતાના પિયર મોસાળ પાલિતાણા તાલુકાના મોખડકા ગામે હતા. જેથી બહેન અને ભાણેજને મુકવા માટે ભાઇ ધનંજયસિંહ ચુડાસમાં રાજકોટ જઇ રહ્યા હતા ત્‍યારે આ ગંભીર અકસ્‍માત સર્જાયો. આ અકસ્‍માતમાં ધનંજયસિંહ રણજિતસ્‍ંિહ ચુડાસમાં (ઉ.ર ગામ મોખડકા), ચેતનાબેન ચરણસિંહ ગોહિલ (ઉ.ર૯) અને ગરીમા ચરણસિંહ ગોહિલ (ઉ.પ) ના મોત નીજણયા હતા.

અકસ્‍માતની ઘટના બનતા અન્‍ય વાહન ચાલકો અને આસપાસથી લોક દોડી આવેલ. અકસ્‍માતના પગલે હાવે પર ટફીક જામ સર્જાતા પોલીસે ઘટના સ્‍થળે દોડી જઇએ ટ્રાફીક જામને હળવો કરી જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતદેહને પીએમ અર્થે ગઢડા હોસ્‍પિટલ ખસેડેલ જયાં ગઢડા મામલતદાર, ગઢડા પીએસઆઇ, અન્‍ય ડેપ્‍યુટી કલેકટરો, તેમજ રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્‍યામાં લોકો દોડી આવ્‍યા હતા.

(10:27 am IST)