સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ સીટના ભાજપના ઉમેદવારે ડો.ચિરાગ પટેલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધા બાદ ગૃહ કંકાસને કારણે ઝેરી દવા પી લીધી હોવાનું ખુલ્યું : ચૂંટણીના સમયમાં રાજકીય પાર્ટીએ રાહતનો દમ લીધો

(કિશોર રાઠોડ દ્વારા )ધોરાજી: ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભમાં ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ ની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો.ચિરાગ પટેલે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ અચાનક જ કોઇને જાણ કર્યા વગર પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા આ સીટ કોંગ્રેસ માટે બિનહરીફ થઇ ગઇ હતી એ સમય દરમિયાન બીજા દિવસની સવાર માં ડો. ચિરાગ પટેલે ઝેરી દવા પી લેતા રાજકીય અફડા-તફડી મચી ગઇ હતી અને કોના દબાણથી દબાણથી ઝેરી દવા પીધી તે બાબતે પોલીસ પણ સતત ચિંતા કરી રહી હતી બાદ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ ડૉ ચિરાગ પટેલ નું હોસ્પિટલ ખાતે નિવેદન નોધતા તેમને આ ઝેરી દવા ગૃહ કંકાસ ને કારણે પીધી હોવાનું નિવેદન આપતા રાજકીય પાર્ટીના હોદ્દેદારોએ રાહતનો દમ લીધો હતો

પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ ચિરાગ પટેલ ઝાંઝમેર સીટ ઉપર ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા બાદ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે કોઈપણ ને જાણ કર્યા વગર અચાનક જ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટી માં ભૂકંપ સર્જાયો હતો અને ગુજરાત મા પ્રથમ સીટ કોંગ્રેસ માટે બિનહરીફ થઇ હતી જેના અનુસંધાને ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારે ચર્ચાનો જોર પકડ્યું હતું એ સમય દરમિયાન  બીજા દિવસે સવારે  ડો ચિરાગ પટેલ એ પોતાના નિવાસસ્થાનમાં જેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે આ સમયે રાજકીય પાર્ટીઓમાં  ભારે હલચલ સાથે ભય ફેલાઇ ગયો હતો અને ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે કઈ રાજકીય પાર્ટીના જોરે કે તેમના દબાણથી ઉમેદવારી ફોર્મ ખેંચ્યું હતું અને કોના માનસિક ટેન્શન ના કારણે આ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતની ભારે ચર્ચાઓ વ્યાપી ગઇ હતી તેમજ ડો ચિરાગ પટેલ બનાવના ચાર દિવસ બાદ પણ પોલીસ નિવેદન નોંધી શકી ન હતી તબિયત વધારે ખરાબ હતી અને વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી રહી હતી બાદ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ આજરોજ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ચિરાગ પટેલ નું નિવેદન નોંધતા તેઓએ જણાવેલ કે તેમના ઘરમાં જ ગ્રહ કંકાસ હતો જેના કારણે આવેશમાં આવી જઈ દવા પી લીધી હતી તેમને કોઈ રાજકીય પ્રેસરથી જેરી દવા પીધી નથી તેવુ નિવેદન નોંધ્યું હતું

આ સમયે તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ જણાવેલ કે જે પ્રકારે ધોરાજીમાં ચર્ચાએ જોર પકડયું હતું તે ઝેરી દવા પીનાર ભાજપના ઉમેદવાર ડો ચિરાગ પટેલ એ પોતાનું નિવેદન હોસ્પિટલ ખાતે આપ્યું છે અને કોઈનો દોષ નથી તેવું જણાવ્યું છે પોતાના અંગત ગૃહ કંકાસ તે કારણે આવેશમાં આવી આ પગલું ભર્યું હોવાનું નિવેદનમાં જણાવ્યું હતું

આજે  ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલે પોતાનું નિવેદન પોલીસને આપતા રાજકીય પાર્ટીઓમાં જે પ્રકારનો ભય ફેલાયો હતો તે આજ રોજ ભયમાંથી મુક્ત થયા હોય તેવી પણ ચર્ચાએ જોર પકડયું હતું અને બંને રાજકીય પાર્ટીઓને ચિરાગ પટેલના નિવેદનથી શાંતિ જોવા મળી છે.

(7:08 pm IST)