સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd May 2020

નલીયા હાઇવે ઉપર અકસ્માત : ૨ મોત

ટ્રક અને બોલેરો જીપ વચ્ચે અકસ્માતમાં 'સિમેન્ટ' કંપનીના કર્મચારીઓનો ભોગ લેવાયો : ૨ ગંભીર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ :  ભુજ નલિયા હાઇવે ઉપર આજે સવારે ટ્રક અને બોલેરો જીપ વચ્ચેની ટક્કર જીવલેણ બની હતી. જેમાં બે વ્યકિતના મોત નીપજ્યા છે. જયારે બે ગંભીર છે.  પ્રાથમિક જાણકારી મુજબ મરનાર સિમેન્સ કમ્પનીના કર્મચારીઓ હોવા નું જાણવા મળ્યું છે. કંપની પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદનનું કામ કરે છે. સવારે નોકરીએ જતાં કર્મચારીઓની બોલેરો જીપનો આ અકસ્માતમાં બુકડો વળી ગયો હતો.

અકસ્માતમાં બે ગંભીર ઇજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

(11:32 am IST)