સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

કોરોના વાયરસ માટે જુનાગઢ સાંપ્રત સંસ્થા દ્વારા લેવાયેલ સાવચેતીના પગલા

જુનાગઢ તા. ર૬: સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-જુનાગઢ (અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા) હાલ સંસ્થામાં ૩૬ બાળકો છે. બાકીના સિંગલ પેરેન્ટસવાળા બાળકોના વાલીઓને સમજાવી અને ઘરે મોકલી દેવામાં આવેલ છે.

 

સંસ્થા દ્વારા  બાળકોને સવારે નિયમિત (તુલસી, ફુદીના, આદુ, લવીંગ, લીંબુ, મરી, લવીંગ) વગેરેનું મિશ્રણ કરી ઉકાળો પીવડાવવામાં આવે છે.

 દરેક કેર ટેકર અને કર્મચારીઓને ફરજીયાત માસ્ક પહેરાવવામાં આવેલ છે.

 સંસ્થામાં આવતા મુલાકાતીઓ તથા અપડાઉન કરતા કર્મચારીઓને પ્રવેશ દરમિયાન સેનીટાઇઝરની પુરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

 સંસ્થામાં સવાર અને સાંજે કપુર, ગુગળ અને લીમડાનો ધુમ કરવામાં આવે છે.

 બાળકોને રોજ સવારે લીમડાના પાન પાણીમાં ઉકાળી નવડાવવામાં આવે છે.

બાળકોને કોરોના વાયરસથી રક્ષણ આપવા માટે સંસ્થા દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવેલ છે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(12:56 pm IST)