સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

લોકડાઉનની સ્થિતિમાં મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ ચલાવશે સેવાયજ્ઞ : જરૂરીયાતમંદ પરિવારોને કરાશે રાશનકીટનું વિતરણ

કોરોનાની મહામારી વચ્ચે કોઈ ગરીબ પરિવારોને ભૂખ્યા ન સુવા દેવાની નેમ : કોઈ જરૂરિયાતમંદ પરિવાર પોતે અથવા તેની આસપાસ રહેતા લોકો એક ફોન કરશે એટલે સ્વયંમસેવક ઘરે આવીને રાશન કીટ આપી જશે : ૨૬મીથી વિતરણ થશે શરૂ : એકલા રહેતા જરૂરિયાતમંદ લોકો, હોસ્પિટલમાં દાખલ રહેલા દર્દી કે સગા વ્હાલા તેમજ આરોગ્યકર્મી કે સરકારી કર્મચારી માટે જમવાના પાર્સલની પણ વ્યવસ્થા

મોરબી તા. ૨૫ : મોરબી સહિત દેશભરમાં ૨૧ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન રોજે રોજનું કમાઈને ખાતા જરૂરિયાતમંદ લોકોને કોઈ પરેશાની ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ સેવાયજ્ઞ ચલાવવાનું છે. જેમાં જરૂયાતમંદ પરિવારોના ઘરે જઈને યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયમ સેવક રાશનની કીટ આપી જશે. આ સાથે એકલા રહેતા જરૂરિયાતમંદ લોકો, હોસ્પિટલમાં દાખલ રહેલા દર્દી કે સગા વ્હાલા તેમજ આરોગ્યકર્મી કે સરકારી કર્મચારી માટે જમવાના પાર્સલ પણ વ્યવસ્થા પણ કરવામાં આવશે.ઙ્ગ

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્ત્િ। સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં સેવા યંગ શરૂ કરવામાં આવનાર છે. જે અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સરકાર દ્વારા ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન મોરબીમાં જે ગરીબ લોકો રોજે રોજનું કમાઈને ખાતા હશે તેઓને ભૂખ્યા સૂવું ન પડે તે માટેઙ્ગ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે રાશનકીટનું વિતરણ કરવામાં આવશે.

આ રાશનકીટમાં લોટ, ડુંગળી, બટેટા, કઠોળ, તેલ, મસાલા સહિતની ચીજ વસ્તુઓ હશે. જેનાથી અંદાજે એક અઠવાડિયા સુધીનું જમવાનું બનાવી શકાશે. આ રાશનકીટનું વિતરણ આગામી તા.૨૬થી શરૂ કરવામાં આવનાર છે. તો મોરબીની જનતાને જાહેર અપીલ છે કે જો તમારી આજુબાજુ અથવા જાણમાં કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર હોય જેને લોકડાઉનની પરિસ્થિતિમાં મુશ્કેલી પડશે તેવું તમને લાગતું હોય તો તુરંત યંગ ઈન્ડિયા ગ્રુપનો સંપર્ક કરવો. કોઈ ગરીબ કે જરૂરિયામંદ પરિવાર પોતે પણ જાતે યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક કરી શકે છે.ઙ્ગ

આ ઉપરાંત એકલવાયું જીવન જીવતા જરૂરિયાતમંદ લોકો, હોસ્પિટલમાં દાખલ દર્દી કે તેના સગા વ્હાલા અથવા આરોગ્ય કર્મચારી કે કોઈ પણ સરકારી કર્મચારી જે જાહેર સેવા સાથે જોડાયેલ હોય તેઓ માટે નિશુલ્ક જમવાના પાર્સલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. તેઓએ યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક સાધવાનો રહેશે. આ બંને સેવાનો લાભ લેવા યંગ ઇન્ડિયા ગ્રુપના મો.નં. ૯૮૨૪૫ ૮૭૮૭૫ અથવા ૯૧૩૭૯ ૪૪૪૪૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.ઙ્ગ

મોરબીમાં વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો જેથી લોકડાઉનની સ્થિતિમાં કોઈ પરિવાર ભૂખ્યો ન રહે.

(1:17 pm IST)