સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

જેતપુરમાં જાહેરનામાનો ભંગ કરનારા કારખાનેદારોને દંડ ફટકારતી પોલીસ

જેતપુર, તા. ૨૫ :. આવી મહામારીમાં પણ બીજાના સ્વાસ્થ્ય માટે કે કાયદાનું પાલન ન કરી ૧૪૪મી કલમ હોવા છતા પણ સાડીના કારખાના ચાલુ રાખેલ હોય તેવી ફરીયાદો મળતા પોલીસે કાર્યવાહી કરતા ધોરાજી રોડ કેનાલ કાંઠે આવેલ રામેશ્વર સાડીનું કારખાનુ તેમજ ભાદરના સામાકાંઠે તારપરાનગરમાં આવેલ લીબર્ટી પ્રિન્ટ, ધોરાજી રોડ મયુર ફાર્મ પાસે આવેલ મનીષ ટેક્ષટાઈલ ઉપરાંત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો ખુલી હોય તમામ વિરૂદ્ધ પોલીસ આઈપીસી ૧૮૮ મુજબ જાહેરનામાનો ભંગ કર્યો હોય કડક કાર્યવાહી કરેલ છે.

પોલીસ ૨૪ કલાક ખડેપગે રહી ફરજ બજાવે છે. ગત રોજ એસડીએમ, મામલતદાર, ડીવાયએસપી, સીટી પીઆઈ સહિતના અધિકારીઓ શહેરની વ્યાપારી સંસ્થાઓને સાથે રાખી સુવ્યવસ્થા માટે સ્વૈચ્છીક રીતે એવુ નહી કરેલ કે લોકો દૂધ માટે સવારે ૭ થી ૧૧ અને ૧૧ થી ૩ બીજી જીવન જરૂરી વસુલ કરી શકશે. જેથી ભીડભાડ ન થાય શહેરમા અમુક લોકો કાયદાનો ભંગ કરી જાહેરમાં નિકળતા હોય તેને પોલીસ યોગ્ય પાઠ ભણાવે છે. જેથી કરી કોઈએ પણ જરૂરીયાત વગર ઘરની બહાર ન નિકળવુ તેમ મામલતદાર શ્રી કારીયા, ડીવાયએસપી સાગર બાગમાર, સીટી પી.આઈ. વી.કે. પટેલે જણાવેલ છે.

(1:14 pm IST)