સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

ધોરાજીમાં જાહેરનામાનો ભંગ -૧૧ ધંધાર્થીની ધરપકડઃ કડક અમલવારી કરાવવા પોલીસ વડાની સમિક્ષા

ધોરાજી,તા.૨૫: રાજકોટ જિલ્લા પોલીસ વડાઙ્ગ બલરામ મીણાના માર્ગદર્શન હેઠળઙ્ગ જેતપુરનાઙ્ગ મદદનીશ પોલીસ અધિક્ષક સાગરઙ્ગ બાગમાંરની સૂચનાથી ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજયકુમાર જોશી તેમજ પી.એસ.આઇ એસ એમ વસાવા મહિલા પી.એસ.આઇ એન આર કદાવલા નાયબ મામલતદાર વી.જે સાવજ .પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ બોદર હિતેશભાઈ ગરેજાઙ્ગ બળદેવભાઈ સોલંકી પ્રદીપ સિંહ ચુડાસમા વિગેરે સ્ટાફ સાથે ધોરાજીમાં રાજય સરકારના જાહેરનામાનો ભંગ કરવા સબબ જાહેરમાં દુકાન ખુલ્લી રાખનાર મોમાઈ કોલ્ડ્રિંકસ તેમજ બે ચાની લારી વાળાઓ તેમજ સોડા શોપ ના માલિક વિગેરે સરકારશ્રીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે તાત્કાલીક અસરથી અટકાયત કરેલ જેમાંઙ્ગ

૧ ઈશા ઉર્ફે યુસુફ અલી ભાઈ ગરાણાઙ્ગ,૨ મુસ્તફા ઉર્ફે રાજા હુસેનભાઇ ગરાણા,૩ અમીન હનીફ ગરાણા, ૪ સિકંદર નસીરભાઈ ગરાણા, ૫ ગનીભાઇ ગફારભાઈ ગરાણા, ૬ જાવીદ મહમદ શેખ સિપાઈ, ૭ જાફર સિરાજ શેખ ફકીર, ૮ રફીક ઈકબાલ મોટલીયા મેમણ, ૯ આસિફ કાદર જુવાડીયા માજોઠી,૧૦ હાસમ ઈસમાલ મધરા સંધિઙ્ગ,૧૧ રાજાભાઈ નગાભાઈ મછાર રબારી,૧૨ લક્ષ્મણભાઈ સાગરભાઇ કોડીયાતર રબારીની  અટકાયત કરી હતી.

લોક ડાઉનનો ખુલ્લેઆમ ભંગ

ધોરાજીમાં સંપૂર્ણ જનતા કરફ્યુ અને ૧૪૪મી કલમ સાથે લોકોને બહાર ન નીકળવાની જાહેર સૂચના આપ્યા પછી પણ ગેલેકસી ચોક ત્રણ દરવાજા નદી બજાર મેન બજાર વગેરે વિસ્તારોમાં ખુલ્લેઆમ ૫૦૦દ્મક વધુ લોકોઙ્ગ તેમજ મોટરસાયકલ ફોરવીલ રીક્ષાઓ લઈને લોકો જાહેરમાં મેળાવડો થયો હોય એ પ્રકારે જોવા મળ્યા હતા. બાદ ડેપ્યુટી કલેકટર ગૌતમ મીયાણી પેટ્રોલિંગમાં નીકળતા પોલીસ સફાળી જાગી ઊઠી હતી અને તાત્કાલિક અસરથી રેકડી ધારકોને દૂર કર્યા હતા.

૫૦૦ લોકોનું ટોળું દેખાયું

ત્રણ દરવાજા નગરપાલિકા ગેટ પાસે ખુલ્લેઆમ એકીસાથે શાકભાજીની લારીઓ રાખીને શાકભાજીનું વેચાણ કરતાં લારી ગલ્લાઓ અને લોકો મોટી સંખ્યામાંઙ્ગ એક સ્થાને ભેગા જોવા મળ્યા હતા. તેમજ શાકમાર્કેટ નદી બજાર પાસે ૫૦૦થી વધુ લોકો જાહેરમાં જોવા મળ્યા હતા અને જાહેરમાં મારામારીનો બનાવ બન્યો હતો આ બાબતે લોકોએ પણ કોરોના વાયરસ ની સામે કોઇ તકેદારી રાખી ન હતી.

ધોરાજીમાં પણ અનેક પરિવારો કોરોનાની ઇફેકટ જોવા મળી છે ત્યારે ૧૪ દિવસ ઘરની બહારના નીકળવું તે અંગે જાહેરમાંના મકાન ઉપર સ્ટીકર લગાવેલા છે છતાં પણ આ પ્રકારનો ધોરાજીમાં કોઈ પણ પ્રકારનો અમલ થયો હોય તેવું જોવા નથી મળતું.

ધોરાજીમાં ખુલ્લેઆમ રીક્ષાઓ મોટર સાયકલ સવારો ફોરવીલ જાહેરમાં હોર્ન વગાડીને મસ્તીનાં સાથે નીકળતા હોય એવું પણ જોવા મળ્યું હતું.

કડક અમલ જરૂરી

પોલીસનો કોઇ ખોફ ન હોય કે કોઇ ધાક ન હોય તે પ્રકારે જાહેરમાં લોકો લુખ્ખાગીરી કરતા પણ જોવા મળ્યા હતા.

આ સમયે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી પેટ્રોલિંગમાં નીકળતા તાત્કાલીક તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક અસરથી જાહેરમાં લોકો ભેગા થયેલા તેને વિખેરવામાં આવ્યા હતા અને એક જ સ્થાન ઉપર રેંકડી નો જથ્થો હતો તેને પણ વિખેરવામાં આવ્યો હતો.

સમગ્ર રાજકોટ જિલ્લામાં લોક ડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે ધોરાજીમાં પણઙ્ગ કડક અમલ થવો જોઈએ પરંતુ લોકોએ સારા માણસો ઘરમાં રહ્યા હતા અને અમુક લોકો જાહેરમાં મોટરસાયકલમા તેમજ રીક્ષા ફોરવીલ માં જાહેરમાં જોવા મળ્યા હતા જે પોલીસ માટે પણ પડકારરૂપ બન્યું હતું.

તેમજ નદી બજાર ખાતે સવારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા અને જાહેરમાં મારામારીનો બનાવ બન્યો હતો.

બાદ ધોરાજી પોલીસે કડક હાથે કામ લેતા તાત્કાલિક અસરથી એક સાથે રહેલી રેકડીઓ ને હટાવી હતી અને લોકોના ટોળાંએ પણ વિખેર્યા હતા પરંતુ કોરોના વાયરસને જ નાબૂદ કરવો હોય તો સ્વયંભૂ લોકો એ જાગૃત થવું પડશે અને પોલીસે પણ કડક હાથે કામ લેવું પડશે તો જ  રોગચાળા માંથી મુકિત મળશે.

બલરામ મીણા ધોરાજી દોડી આવ્યા

ધોરાજીમાં કોરોના કાળોકેર સામે રાજય સરકાર દ્વારા તેમજ ભારત સરકાર દ્વારા લોક ડાઉન ની જાહેરાત કર્યા બાદ ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા અર્થે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ધોરાજી દોડી આવ્યા હતા અને શહેરના તમામ વિસ્તારોમાં જય કાયદો વ્યવસ્થા બાબતે સમીક્ષા હાથ ધરી હતી.

રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તાત્કાલિક અસરથી ધોરાજી ખાતે દોડી આવ્યા હતા અને શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને કાયદો વ્યવસ્થા બાબતે સમીક્ષા કરી હતી અને જરૂરી ધોરાજી પોલીસને સૂચનાઓ આપી હતી.

ધોરાજીમાં ૧૪૪ની કલમની સાથે લોક ડાઉન જાહેર કર્યા બાદ કડક હાથે અમલ નહીં થતાં અને લોકો મન ફાવે તેમ જાહેરમાં ફરતા જોવા મળતા જિલ્લા પોલીસ વડા આ બાબતે ગંભીરતા લઈ ધોરાજી દોડી આવ્યા હતા.

આ બાબતે કોઇ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું.

(1:11 pm IST)