સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

વિછીયામાં પોલીસ અગ્રણીઓ દ્વારા શાકવાળાને માસ્ક હેન્ડગ્લોઝ અપાયા

આટકોટ, તા.૨૫: વિશ્વભરમાં હાલમાં કોરોના વાયરસ અને વૈશ્વિક મારામારી વચ્ચે વિછીયા પી એસ આઇ એમ જે પરમાર, એલ.આઈ.બી જમાદાર જયંતિ ભાઈ બાવળીયા, પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી, વીંછિયા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાજપરા, જીલ્લા કોળી સમાજ ઉપપ્રમુખ દેવાભાઈ રાજપરા,ભનાભાઈ બાવળીયા tiktok આર્ટિસ્ટ વિનોદભાઈ મેર વગેરે આગેવાનોની હાજરીમા વિછીયા શાકભાજી વેચતા વેપારી થડાવાળાઓને હાલમાં કોરોના વાયરસ અને સંક્રમણ એક વ્યકિતમાં બીજા વ્યકિતને ન થાય તે માટે માર્ગદર્શન અપાયું હતું માસ્ક તેમજ હેન્ડ બ્લોઝનું આ તકે વિતરણ કર્યું હતું.

વિછીયા પોલીસ સ્ટેશનના પી એસ આઈ એમ જે પરમાર ના માર્ગદર્શન હેઠળ વિછીયા તાલુકાના દરેક ગામોમાં સલામતીના ભાગરૂપે સદ્યન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી તેમજ 'પોલીસ એ પ્રજાના મિત્ર છે' એ ઉકિતને ખરેખર વિછીયા પોલીસ પરિવારે સાર્થક કરી હતી અને કોરોના વાઇરસને કારણે સરકારશ્રીના કાયદાનું પાલન કરવા દ્યરની બહાર ન નીકળવા સૌને અપીલ કરી હતી, અને કાયદાનું ઉલ્લંદ્યન કરનારા ઇસમો સામે આકરા પગલાં લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું,આ તકે ઉલ્લેખનીય છે કે લોકસેવાની મૂડી અને પાંચાળના જનસેવક વિનોદભાઈ વાલાણીએ વિંછીયા ગામમાં આબાલવૃદ્ઘો અને વિધવાઓને પોતે રૂબરૂ ઘેર-ઘેર જઇ ૨૦૦૦ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી હતી આ તકે સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા.

(12:06 pm IST)