સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th March 2020

ગારીયાધારમાં લોકડાઉનનો તંત્રએ કડકાઇથી અમલ કરાવ્યો

વહેલી સવારથીજ લોકો બિન્દાસ રસ્તા પર નિકળી પડતા કડક બનવું પડયું: મામલતદારની ટીમે માઇક દ્વારા લોકોને સહકારની અપીલ કરાઇ

ગારીયાધાર તા.રપ : ગારીયાધારમાં ગઇકાલે સમગ્ર ગુજરાતના લોકડાઉનના પગલે પોલીસ દ્વારા બપોરે ૧ર વાગ્યે જનતાને ભાન કરાવાયું હતું સવારથી લોકડાઉન હોવા છતા લોકો રસ્તા પર નિકળી પડતા પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગઇકાલે ગારીયાધાર શહેરમાં લોકડાઉન હોવા છતાં શહેરીજનો બેફિકરાઇ પણે શહેરમાં નિકળી પડતા જયાં-ત્યાં ટોળાઓ વળતા શહેરનું વાતાવરણ હોળાયું હતું. પરંતુ બપોરે ૧ર વાગ્યાના અરસામાં ગારીયાધારના પોલીસ જવાનો, હોમગાર્ડ યુનિટ અને જીઆરડી સ્ટાફ દ્વારા લોકોને કાયદાનું ભાન કરાવતા સમગ્ર શહેરમાં લોકડાઉન થયું હતું

જયારે બીજી બાજુ ગારીયાધારના ઇન્ચાર્જ મામલતદાર ડી.બી.સરવૈયા દ્વારા તાલુકાના પરવડી, સુખપર અને મોટીવાવડી સહિતના ગામોમાં તેમજ સમગ્ર તાલુકાના ગામડાઓમાં લોકડાઉન કરવા માટે ટીમો તૈયાર કરી બંધ કરાવાયું હતું. અને જાહેરમાં બેઠેલા લોકોને સમજાવટથી ઘરે જતુ રહેવા જણાવાયુંહતું.

(10:56 am IST)