સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

પોરબંદરમાં કલેકટર દ્વારા ર ગેરકાયદે બિલ્ડીંગોને 'સીલ': વીજ જોડાણ કાપ્યું

પોરબંદર, તા., ૧૪: નગર પાલીકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દુર કરવા જિલ્લા કલેકટર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બે સ્થળોએ નગર પાલીકાની પરવાનગી ન હોય છતા ખુલ્લા પ્લોટમાં બહુમાળી બિલ્ડીંગ બનાવવા બાંધકામ ચાલુ રાખવામાં આવતા બિલ્ડર સહીત બન્ને આસામીઓને કલેકટરએ અનઅધિકૃત બાંધકામ સામે મનાઇ હુકમ ફરમાવેલ આવા બાંધકામ દુર કરવા આ કેસમાં પુરાવા રજુ કરવા જણાવેલ છે ત્યાર બાદ ગેરકાયદેસર બીલ્ડીંગને સીલ કરીને વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે.

દરીયા કાંઠા વિસ્તારમાં ર૦૦ મીટરની અંદર ત્રિજયામાં એક ભાગીદારી પેઢી તથા અન્ય એક કન્સ્ટ્રકશન કંપનીની ગેરકાયદે બાંધકામ સામે સીનીયર સીટીઝન હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા જિલ્લા કલેકટરને અગાઉ અરજી કરેલ ત્યાર પછી જિલ્લા કલેકટરે ટી.પી.હેઠળ બાંધકામની આપેલી મંજુરી રદ કરવા ચીફ ઓફીસરને કાર્યવાહી કરવા મોકલી હતી ત્યાર પછી આગળ કાર્યવાહી થયેલ નહોતી. ઉપરાંત બીજા અરજદાર વિજા જીવાભાઇ બળીદુને સીઆર ઝેડ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે જિલ્લા કલેકટરમાં અરજી કરી હતી અને કલેકટરે ર બાંધકામ રદ કર્યા હતા. છતાં અમલવારી નહી થતાં ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી હતી અને પોલ્યુશન બોર્ડને કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ કામગીરીમાં વિલંબ થતાં વિજાભાઇ જીવાભાઇ બળીદુને હાઇકોર્ટમાં સ્પે. રીટ પીટીશન દાખલ કરી હતી. સામાવાળા પક્ષકાર તરીકે જિલ્લા કલેકટર પાલીકા ચીફ ઓફીસર ટી.પી. ચેરમેન  તેમજ રાકેશભાઇ અને સંગીતાબેનના નામ દર્શાવ્યા હતા  હાઇકોર્ટમાં મુખ્ય અરજદાર વિજાભાઇને રૂબરૂ બોલાવેલ હતા આ રીટ એડવોકેટ સંધ્યાબેન ડી.નાટાણી મારફત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

જેના પગલે જિલ્લા કલેકટરને નોટીસ પાઠવીને ગેરકાયદે બાંધકામ કરનારાઓને તા.૧૭મી સુધી પુરાવા રજુ કરવા જણાવેલ હતું. અમલવારી માટે પાલીકાના ચીફ ઓફીસર તથા એન્જીનીયર સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયેલ. અને ગેરકાયદેસર બન્ને બિલ્ડીંગ સીલ કરીને વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા.

(1:12 pm IST)