સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th February 2020

આટકોટ પાસે સાગરભાઇ ચોથાણીના કારખાનામાં એક લાખની ચોરી

તસ્કરો તીજોરીમાંથી અને પર્સમાંથી રોકડ ઉઠાવી ગયાઃ પાંચ શખ્સો કેમેરામાં કેદ

રાજકોટ,તા.૧૩: આટકોટના ગોંડલ હાઇવે પર આવેલ આંગન ટેક્ષટાઇલ પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાં તસ્કરોએ ત્રાટકી ઓફીસમાં ફનિર્ચરમાં ફીટકરેલી તીજોરી તોડી તેમાંથી રોકડ અને પર્સમાંથી રોડક મળી રૂ.૧,૦૬,૨૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાજકોટ અમીનમાર્ગ પર તપોવન સોસાયટી શેરી નં. ૬/૨માં રહેતા સાગરભાઇ મહેશભાઇ ચોથાણી (ઉવ.૨૮૦)ના આટકોટ નજીક આવેલા આંગન ટેક્ષટાઇલ  પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાના નિશાન બનાવી તસ્કરો કારખાનાની દીવાલ ટપી અંદર પ્રવેશ કરી અંદર પ્રવેશ કરી ઓફીસનું તાળું તોડી ઓફીસના ટેબલોના ખાનાના લોક તોડયા હતા. અને ફનિર્ચરમાં ફીટ કરેલી લોખંડની તીજોરી તોડી કારખાનાની બહાર લઇ જઇ તેનો લોક તોડી તેમાંથી રોકડ અને પર્સમાંથી મળી રૂ.૧,૦૬,૨૦૦ની રોકડ ચોરી ગયા હતા. બનાવની જાણ થતા કારખાનાના માલીક સાગરભાઇ ચોથાણી દોડી આવ્યા હતા. અને આ બનાવની જાણ કરતા આટકોટ પોલીસ મથકના પીએસઆઇ કે.પી.મેતા સહિતનો સ્ટાફ ઘટતા સ્થળે દોડી ગયો હતો. અને તપાસ કરતા કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરાતા તેમાં ચારથી પાંચ શખ્સો મોઢે રૂમાલ બાંધેલા જોવા મળ્યા હતા. બાદ પોલીસે સાગરભાઇ પટેલની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)