સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd December 2019

નૃત્યએ માત્ર મનોરંજન નથી પરંતુ સ્થાપિત દેવોની કલાથી કરાતી પૂજા છેઃ શ્રી સોમનાથ મહાદેવને કલાભિષેક

વેરાવળ-પ્રભાસ પાટણ,તા.૨: સોમનાથ મહાદેવ મંદિર સંકલ્પ સિધ્ધિ દિન નિમિત્તે આજરોજ અમદાવાદના આરાધના નર્તક સ્કુલ ઓફ કલાસિકલ ડાન્સના કલાવૃન્દે 'કુચી પુડી' નૃત્યો પ્રસ્તુતો કરી મહાદેવને કલાભિષેક કર્યો.

કલાવૃંન્દ ગુરૂ સ્મિીતાબેન શાસ્ત્રી કહે છે કે 'આજે અમે મંદિર નૃત્ય મંડપમાં પુષ્પાંજલી, રાગ નાર્ટે, રંગ પૂજા અને શિવ કથાનકવાળા કુચીપુડી નૃત્યો કલાસંસ્થાના ૪ બહેનોએ પ્રસ્તુત કર્યું'.

કુચીપુડી નૃત્ય નામ કેમ પડ્યું તેની સવિસ્તાર વિગતો જણાવતાં તેઓ કહે છે વિજયવાડાથી ૩૫ માઇલ દુર કુચીપુડી નામનું ગામ છેે તે ગામના નામ ઉપરથી આ નૃત્ય શૈલીનું નામ પડ્યું.

તે ગામમાં તે સમયે અને આજે પણ બ્રાહ્મણની વસ્તી છે.તે બધા નૃત્ય જાણકાર છે.

૧૭મી સદીમાં અબ્દુલ હસન તાનાશાહ ગોલકોડાના નવાબ હતા. તેઓ મછલીપટ્ટમ દેશાટન કરી રહ્યા હતા. તેને ત્યાં વિસામો લીધો અને ત્યાંના લોકોએ તેનું મનોરજંન કુચીપુડી નૃત્યથી કર્યું જેથી નવાબે ખુશ થઇ તે સમયમાં તેઓને આ નૃત્ય કલા સચવાય અને સંવર્ધન થતી રહે તેમજ પેઢી દર પેઢી જળવાય તે માટે તે લોકોને જમીન અને ગામ આપ્યા.

આજના યુગમાં હજુ પણ મા-બાપોને શાસ્ત્રીય બેઇઝ નૃત્ય પર આદર છે. જેથી જ આ મોર્ડન વ્યાપના યુગમાં પણ આ કલા હજુ સચવાઇ છે.

નૃત્ય કલા કરતી વખતે નવરસની અભિવ્યકિત કલામાં રજુ કરાય છે. જેમાં શારીરિક હલનચલન મુદ્દા હાવભાવ, સ્ટેપ્સ અને દર્શકોને ધાર્મિક કથાનકો નૃત્ય દ્વારા દર્શાવાય છે.

અમારા કલાવૃંન્દના જલ્પા જોશી, રાગી પટેલ, દર્શકો યાત્રિકોએ તાલીઓના ગગડાટથી વધાવી લીધી અમારી સંસ્થાને ઢગલાબંધ એવોડો મળેલા છે અને નૃત્ય નિપુણતા મેળવવાથી એનર્જી લેવલ જળવાઇ રહે છે. અને સ્ટ્રોંન્ગ ફુટર્વક -બોડી- લેન્ગવેઝ - શારીરિક લાલીત્ય જીવનની શ્રેષ્ઠ પ્રતિભા બનાવે છે.

અમેરિકા, હોલેન્ડ સહિત દેશ-વિદેશના નૃત્ય ચાહકો અમારી સંસ્થા મુલાકાત લઇ અગર કલા નિહાળી પ્રભાવિત થઇ દેશના પ્રાચીન કલાવારસો જાળવવા બદલ પ્રશંસા શુભેચ્છાઓ આપી ચુકયા છે.

(12:00 pm IST)