છ બહેનોના એકના એક ભાઇ ધોરાજીના મેમણ યુવાનનું ટ્રક અકસ્માતમાં મોત
ધોરાજી,તા.૮: જેતપુર રોડ પર આવેલ વછરાજ હોટલ પાસે ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે બે વ્યકિત દબાઈ જતા એકનું મોત અને એક વ્યકિતની હાલત ગંભીર થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો એક ટ્રક નું પંચર કામ ચાલી રહ્યું હતું. જયાં ટ્રક ચાલક ના મિત્ર મોઇન અચુભાઈ મેમણ ઉવ.૨૫ રે. અલીનગર કોલોની, ઉભા ઉભા વાતો કરી રહ્યા હતા. એ દરમિયાન બાંટવાથી મહારાષ્ટ્ર જતી ખાનગી લકઝરી બસ ત્યાં ટાયરમાં હવા પુરવા આવેલ જે બસ રિવર્સ માં લેતી વખતે ટ્રક પાસે ઉભેલા મોઇન મેમણ તેમજ બસના કલીનર રહીમ સિદીભાઈ બેલીમ ને ચકદી નાખતા મોઇન મેમણ અને રહીમ બેલીમ ને ગંભીર ઇજા થતાં તેમને૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના ડોકટરે મોઇન મેમણ ને મૃત જાહેર કરેલ. જયારે બસના કલીનરને ગંભીર ઇજા થતાં તેમની સારવાર શરૂ કરાઇ હતી.
બનાવ અંગે જાણ થતાં સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતા. બનાવ અંગે પ્રાથમિક તપાસ જમાદાર હિતેષભાઈ જાડેજા ચલાવી રહ્યા છે.મનન છ બહેનો એકનો એકનો ભાઇ હતો.