સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

મોરબી ખાતે બંગાલી પરિવારો દ્વારા આયોજીત દુર્ગાપુજા કાર્યક્રમ સંપન્ન

મોરબી તા. ૧૦ : મોરબી શહેર વસવાટ કરતા બંગાલી પરિવારો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નોરતામાં ખાસ કરીને બંગાળમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવાતા દુર્ગા મહોત્સવના પગલે, વતનથી ર૦૦૦ કિ.મી.દુર વસવાટ કરતા મોરબી બંગાલી પરિવારો ગ્રુપ શ્રી બંગાલી ગ્રુપ દુર્ગા પુજાનું લખધીરવાસ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.

આ આયોજનની વિશેષતાએ હોય છે કે માતા દુર્ગા, તેનો પરિવાર માતા સરસ્વતી, માતા લક્ષ્મીજી ગણેશજી અને કાર્તિકેયની  તમામ મુર્તિઓ બનાવવામાંઆવે છે. તેની માટી, વસત્રો, આભુષણો બધુ બંગાળથી મંગાવવામાં આવે છે અને જે માતાજીની મુીર્ત રાજકોટ બંગાલી સમાજ માટે બનાવે છે તે કારીગર પાસેજ મુર્તિનું નિર્માણ કરવામાં આવે છે. બંગાળથી ખાસ પુજા સામગ્રી, બંગાળના પુજારી, બંગાળના વાજિત્ર વાદકોને બોલાવી તમામ બંગાળી પરિવારોમાં  દુર્ગાની આરાધનમાં લીન બને છે.

રમતા ઢોલીડો અને નતન કરતા પુજારી દ્વારા સતત એક કલાક સુધી ચાલતા માતા દુર્ગાની મહાઆરતી અદભુત છે અને તેના દર્શન કરવા આરતીમાં સહભાગી બની માતાના આર્શિવાદ મેળવવા શહેરીજનોને પણ  ઉમટી પડે છે.

(1:16 pm IST)