News of Wednesday, 9th October 2019
ઉપલેટા ક્ષત્રિય સમાજ દ્વારા રેલી-ખીજડે શસ્ત્ર પૂજન કરાયુ
ઉપલેટા તા. ૯: દર વર્ષની જેમ આજે પણ દશેરાના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો.
ક્ષત્રિય સમાજના પ્રમુખ રણુભા જોડેજાની આગેવાની નીચે ઉપલેટા શહેર અને તાલુકાભરના ક્ષત્રિય યુવાનો અને વડીલો પોતાના હથીયારો સાથે પોલિસ લાઇનથી બસ સ્ટેન્ડ ચોક ગાંધી ચોક થઇને ખીજડા શેરીમા આવેલ ખીજડે પહોચ્યા હતા જયાં ક્ષત્રિયોએ પોતાના શસ્ત્રો-હથીયારોનુ પરંપરાગત રીતે વિધિપૂર્વક પૂજન કરેલ હતું.આજની આ રેલીમા ક્ષત્રિય આગેવાનો રણુભા જાડેજા જયદેવસિંહ વાળા ધર્મેન્દ્રસિંહ વાઘેલા-ભાયાવદરના ઇન્દ્રજીત સિંહ ચુડાસમા ભાયાવદરના બહાદુરસિંહ ચુડાસમા-આઇ.ડી.જાડેજા હનુભા જાડેજા જોડાયા હતા.
(11:45 am IST)