સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

હાલારમાં ભારે વરસાદથી ૪.પ૦ લાખ હેકટરની ખેતીમાં નુકશાન છતા શિયાળુ પાકની ઉપજ વધવાની શકયતા

હાલાર : હાલાભરમાં આ વખતે દરેક નાગરીકોની જેમ જ ખેડૂતો પણ ચોમાસા અંગે મુંઝવણમાં હતા અને સૌથી પહેલાના સાવ સામાન્‍ય વરસાદી રાઉન્‍ડમાં તો માત્ર ર૦ટકા જેટલી જ વાવણી થઇ હતી, ત્‍યારબાદના સામાન્‍ય છુટાછાવાયા વરસાદ બાદ ૮૦ ટકા વાવણી થઇ ગઇ હતી. પરંતુ તાજેતરના વારસદાના રાઉન્‍ડમાં ધોધમાર વરસાદથી અનેક ખેતરોમાં વધુ પાણી ભરાયા હોય થોડુ ઘણુ નુકશાન થશે, પરંતુ તેની સામે શિયાળુ પાક વધુ નોંધપાત્ર લઇ શકાશે તેવો પણ અેક અભિપ્રાય છે.

ખેતી પ્રધાન રાષ્‍ટ્રમાં સમગ્ર અર્થતંત્ર ખેત ઉપજ પર આધારિત છે અને ખરીફ સીઝનમાં કપાસ તૂવેર તલ મગફળી ઘઉ બાજરો જુવાર સોયા જીરૂ કઠોળ અને શાકભાજી તો દરેક સીઝનની જેમ નોંધપાત્ર વાવેતર થયા અને હજુ ય બાકી ખેતીલાયક જમીનમાં પણ વાવેતર પુર્ણ થશે અને નોંધપાત્ર ઉપજ થવાની આશા જાગી છે, દરમ્‍યાન ધોધમાર અને પવન સાથેના વરસાદથી થોડુ ઘણુ નુકશાન ખેતીમાં પણ થયું છે. પરંતુ તેની સામે હજુ શિયાળુ પાક સારો થવાની પુરી સંભાવના છે, કેમકે જમીનમાં પાણી ઉતરવાથી ભેજ અને તળની સજીવનતા તો સર્જાય જ છે જેથી વાવણીનું જતન થઇ શકાશે.

(12:18 am IST)