સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

કચ્‍છ જીલ્‍લામાં જુગારના આઠ દરોડા : ચાર મહિલા સહિત ૪૬ શકુનીઓ પકડાયા

ભૂજ : પશ્‍ચિમ કચ્‍છ તેમજ ગાંધીકામમાં વિવિધ સ્‍થળોઅે પોલીસે દરોડા પાડીને ચાર મહિલા સહિત ૪૬ જુગારઅીઓને ૧,ર૧,૧૪૦ ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

પોલીસ સુત્રોના જણાવ્‍યા અનુસાર બી-ડીવીઝન પીઆઇ અેમ. જે. જુલુના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ્‍ટેબલ તથા સ્‍ટાફે બાતમીના આધારે નાગોર ગામે છાપો માર્યો હતો. જાહેરમાં તીનપતિનો જુગાર રમતા કિરણ ભગવાનજી સોની (રહે. ગઢશીશા), શાંતિલાલ બાબુલાલ ગુંસાઇ, ગીતાબેન શાંતિલાલ ગુંસાઇ (રહે. બન્‍ને સુખપર), નીતાબેન નરેન્‍દ્ર સોની (રહે. નારાણપર), ગુલાબેન દિનેશ સોની (રહે. મીરજાપર), પ્રિયાબેન ચિંતન સોની (રહે. ભુજ) ને રોકડા ૧૧,૯૯૦ સાથે ઝડપી લીધા હતા.

બીજી તરફ દાદુપીર રોડ પર જાહેરમાં પતા ટીચતા ઉમર મામદ સોઢા, અબ્‍દુલ અલીમામદ શેખ સાહીલ મહેમુખ પિંજારા, મોહસીન મામદ લાખા, રઝાક, હાસમ જુણેજા (રહે. બધા ભુજ) ને રોકડા રૂ. ૧૦,ર૦૦ સાથે પકડી પાડયા હતા. અન્‍ય અેક દરોડામાં પદ્ધર પોલીસના પીઅેસઆઇ વી.અેચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ સહાયક ફોજદાર પ્રવિણભાઇ વાણિજ્યાઅે કુકમાં ગામે છાપો મારી જુગાર રમતા રમજુ જુસબ સના, ત્રંબકભાઇ લખુભાઇ ચૌહાણ, સુલેમાન જાકબ ચાકી, અકબર ઇબ્રાહિમ કુરેશી, નુરમામદ ગુલમામદ ઓસમાણ સોતા, ડાયાલાલ કેશવજી મહેશ્‍વરી તરૂણ કરશન પરમાર, ભચુ અરજણ મહેશ્‍વર, રમઝાન જાકબ ચાકી (રહે. બધા કુકકમા)ને રોકડા રૂ. ૧૮,પ૦૦ સાથે પકડી પાડયાનું પીઅેસઓ ધેવરચંદ મોરિયાઅે જણાવ્‍યું હતું.

(12:05 am IST)