સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

સૌનીના પાઇપ કાલાવડમાં પણ જમીનમાંથી બહાર નીકળ્યા

જામનગર સૌની યોજનાની  રાજકોટ જિલ્લા બાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં પણ પાઇપ લાઇનો બહાર આવી જતા આશ્ચર્ય સર્જાયુ છે. હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની વ્યવસ્થા વધારવા અને સિંચાઇનો લાભ વધારવા સૌની યોજનાની ચાર લીંકના કામો જુદા જુદા ફેઝમા ચાલે છે, હાલારમાં તો કામ હાલ તો પુરૃ થઇ જવાનું હતુ.

        રાજકોટના લોધીકામાં છ ફુટ નીચેથી આ યોજનાની પાઇપ લાઇન બહાર આવતા જે ખેતરોમાં લાઇન બહાર આવી તેના ખેડુતોને નુકસાન થયુ છે. ત્યાં જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ચારણપીપળીયા અને અભેપરમાં સૌનીના અલગ પેકેજનું કામ જે અને એ કામના પાઇપ ૪ ફુટ નીચેથી જમીની ફાડી બહાર આવતા ખેડુતો હાલાકીમાં મુકાયા છે. અત્યારે તો જાણવા મળે છે તે મુજબ ખેતરોમાં પગ મુકાય તેવી પણ સ્થિતિ નથી, જો કે આ બનાવ અંગે નોટીસ પાઠવાઇ રહ્યાનું જાણવા મળે છે.

        રાજકોટ બાદ કાલાવડમાં પણ બે ત્રણ ગામોના ખેતરોમાં સૌની યોજનાની પાઇપ લાઇનો ભારે વરસાદ પડયો તેના કારણે રાજકોટની જેમ જ જમીનમાંથી બહાર આવી છે. તેવું જણાવતા તેઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ કોન્ટ્રાકટમાં ૧૦ વર્ષ સુધી કામ દરમિયાન જે કંઇપણ થશે તે તમામ રીપેરીંગ મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી કામ રાખનાર મેઘા એન્જીનીયરીંગની શરત મુજબ છે, અને તે મુજબ હવેે ખેડૂતોના ખેતરોમાં લાઇનો બહાર આવી છે, તે ખેડૂતોને નિયમ મુજબનું વળતર પણ એજન્સીએ ચુકવવુ જ પડશે.

(11:31 pm IST)