News of Tuesday, 13th August 2019
અપહરણના ગુન્હામાં ૧૦ વર્ષથી વોન્ટેડ બાબુ કોળીને ઝડપી લેતી વિંછીયા પોલીસ
રાજકોટ, તા. ૧૩ :. વિંછીયા પોલીસ મથકના ૨૦૦૯ના અપહરણના ગુન્હામાં ૧૦ વર્ષથી વોન્ટેડ બાબુ મગનભાઈ ચૌહાણ (કોળી) વાંકાનેરના ઢુવા ગામમાં રહેતો હોવાની બાતમી મળતા વિંછીયાના પીએસઆઈ વી.એમ. કોલાદરા તથા સ્ટાફે છાપો મારી આરોપી બાબુને ઝડપી લીધો હતો તેમજ સાથે ભોગ બનનાર યુવતી પણ મળી આવી હતી. સદરહુ ગુન્હો એટ્રોસીટી એકટ મુજબનો હોય વધુ તપાસ ગોંડલ ડીવાયએસપી એચ.એન. જાડેજા ચલાવી રહ્યા છે.
(3:53 pm IST)