સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

ઉના-દેલવાડામાં કોમી એકતાથી ઇદ ઉજવાઇ

ઉના : શહેર તથા દેલવાડામાં ઇદ-ઉલ-અઝાહ બકરી ઇદની ઉજવણી કરાઇ હતી. જુદી જુદી મસ્જીદો તથા ઉવલા રહીમનગર ખાતે ઇદગાહમાં પીર બાપુ કાદરીએ વિશેષ નમાઝ પઢાવી હતી ત્યારબાદ એક બીજાને ઇદ મુબારક બાદ આપી વિશાળ જુલુસ વિવિધ માર્ગે ફરી પૂર્ણ થયું હતું તેમજ ઇદ નિમિત્તે યુવા મુસ્લિમ એકતા અધિકાર મંચના કાર્યકરો ઇમરાનભાઇ મકરાણી, કાસમભાઇ કાજી, એઝાઝભાઇ, જીણાભાઇ અફઝલ, તથા તમામ કાર્યકરોએ અંધ અપંગ શાળા, મહેતા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ વિવિધ ખાનગી ૭થી વધુ હોસ્પિટલોએ પહોંચી તમામ દર્દીઓને ફ્રુટ વિતરણ કરી કોમી ભાઇચારો બતાવ્યો હતો. ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર. 

(2:02 pm IST)