વિરપુરની ચોરીમાં ત્રણ વર્ષથી વોન્ટેડ ભરત ચારોલિયા પકડાયો
ગોંડલમાંથી રાજકોટ રેન્જના નાસતા ફરતા સ્કવોડે દબોચી લીધો
રાજકોટ તા ૧૩ : વિરપુરની ચોરીના ગુન્હામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આારોપીને રાજકોટ રેન્જના નાસતા ફરતા સ્કોવોડે ઝડપી લીધો હતો.
રેન્જમાં અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ દ્વારા અપાયેલ સુચના અન્વયે રેન્જના નાસતા ફરતા સ્કવોડના ઇ.ચા. પો.સ.ઇ. પી.સી. સરવૈયા તથા સ્કવોડના રૂપકબહાદુર હસ્તબહાદુર નાઓને મળેલ હકીકત આધારે સ્ટાફના સિધ્ધરાજસિંહ વાઘેલા, શિવરાજભાઇ ખાચર તથા દિગુભા ઝાલાએ વિરપુર પો.સ્ટે. ફ.ગુ.ર. નં. ૪૨/૧૬ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી ભરત વલકુભાઇ ચારોલીયા, રહે. વાસાવડ, તા. ગોંડલ વાળાને ગોંડલ ઘોઘાવદર રોડ પરથી ધોરણસર અટક કરી ગોંડલ સીટી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે, અને આરોપી અટકની વિરપુર પો.સ્ટે. ને જાણ કરવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.