સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

મોરબી સિંચાઇ કૌભાંડમાં રણમલપુરના પુનાભાઇ રાઠોડના રીમાન્ડ મંગાશે

ગ્રા.પં.ના સામાજીક ન્યાય સમીતીના ચેરમેન પુનાભાઇએ કૌભાંડમાં ત્રણેક લાખની ઉચાપત કર્યાની શંકાઃ પુછતાછ

મોરબી તા. ૧૩ : મોરબી જીલ્લાના ચકચારી સિંચાઇ કૌભાંડમાં હળવદ તાલુકાના રણમલપુર ગામના ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમનની ધરપકડ બાદ તેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે. મોરબી સિંચાઇ)ની કૌભાંડની ફરીયાદ નોંધાવવામાાં આવતા જે તે સમયના નિવૃત કાર્યપાલક ઇજનેર, ધારાસભ્ય સહિતના આગેવાનોની ધરપકડ કરવામાંં આવી હતી. ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ મોરબીએ ડિવીઝન પોલીસ સ્ટેશન ટીમના મહેન્દ્રસિંહ ઝાલા, ફતેસિંહ પરમાર, વિજયભાઇ આહીર અને રીટાબા ઝાલા દ્વારા હાલમાં રણમલપુર ગામની ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુનાભાઇ દેવાભાઇ રાઠોડની આ ગુનાની ધરપકડ કરવામાં આવી છે પુનાભઇ રાઠોડ દ્વારા આ ગુનામં હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી પણ કોર્ટે એ અરજી ફગાવી દીધી હતી પુનાભાઇ રાઠોડ દ્વારા કૌભાંડની અંદર કેટલી રકમની ઉચાપત કરી હતી.? તે અંગે તપાસ કરવા તેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે પકડાયેલ પુનાભાઇએ આ કૌભાંડમાં ત્રણેક લાખની ઉચાપત કર્યાની શંકા છ.ે તેની વધુ પુછતાછ હાથ ધરાઇ છે.

(1:15 pm IST)