સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

પાટડીનાં જૈનાબાદના આર્મી જવાને મહારાષ્ટ્રમાં લોકોને પુરમાંથી બચાવ્યાં: ૭૦ યુવકો આર્મી -પોલીસમાં

વઢવાણ, તા.૧૩:મહારાષ્ટ્ર ના કોલ્હાપુર સાંગલી માં પુરગ્રસ્ત વિસ્તારમાં આર્મીના જવાનનું રિસ્કી ઓપરેશન કરી ૬૦૦૦થી૭૦૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા આ રેસ્કયુ ઓપરેશનમાં સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના જૈનાબાદ ગામ ના મારા મિત્ર આર્મી જવાન કુરેશી આબીદહુસેન નશીરૂદીનભાઈ એ સરહાનિય કામગીરી કરી એક આર્મી જવાનની ભૂમિકા દેશપ્રેમ અને જૈનાબાદ ગામ નું નામ રોશન કર્યું છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીમાં પુરગ્રસ્ત વિસ્તારમાં આર્મીના જવાનોએ રિસ્કી ઓપરેશન કરી ૬૦૦૦થી  ૭૦૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતુ. આ રિસ્કી ઓપરેશનમાં પાટડી તાલુકાના જૈનાબદ ગામના આર્મી જવાન કુરેશી આબીદહુસેન નશીરૂદીનભાઈએ સરહાનીય કામગીરીથી ત્યાંના લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં મુશળધાર વરસાદના પગલે બંને ગામોમાં ૩૦-૩૦ ફુટ સુધી એટલે લોકોના દ્યરોમાં ચિક્કાર વરસાદી પાણી ભરાઇ જતા હજારો લોકો વરસાદી પાણીમાં ફસાઇ ગયા હતા. આ બંને ગામોમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા એનડીઆરએફ, આર્મી સહિત એરફોર્સના જવાનોનો કાફલો મહારાષ્ટ્રમાં તહેનાત કરવામાં આવ્યો હતો.

પાટડી તાલુકાના ૧૮૦૦થી ૨૦૦૦ની વસ્તી ધરાવતા ખોબા જેવડા મુસ્લિમ વસ્તી ધરાવતા જૈનાબાદ ગામના ૭૦થી ૮૦ જેટલા યુવાનો દેશની રક્ષા માટે આર્મી, પોલીસ અને એરફોર્સમાં તહેનાત જૈનાબાદના શિક્ષક આઇ.બી.કુરેશીએ જણાવ્યું હતુ.

(1:11 pm IST)