જૂનાગઢમાં માત્રી વિસ્તારમાં મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકલેતી એડિવિઝન પોલીસ
જૂનાગઢઃ રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબની સુચના મુજબ ઘરફોડ ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ ડિટેકટ કરવા સુચના હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢ વિભાગ પી.જી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. કે.એમ.ગોસ્વામી, પો.સ.ઇ.એ.એલ.બારસિયા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. કે.એમ.ગોસ્વામીઘ પો.કોન્સ. હરદાસભાઇ, અનોપિંસંહ, ભરતભાઇ , અનકભાઇ, દિનેશભાઇ, સુભાષભાઇ સહિતની ટીમ દ્વારા બાતમી આધારે અજંતા ટોકીઝ પાસે રોડ ઉપરથી આરોપી અલી ઇકબાલભાઇ મુસાણીને પકડી પાડી ઘરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપીએ માત્ર રોડ બાલમાસા બાપુના ડેલામાં વસીમભાઇ કાળવતના રહેણાંક મકાનમાંથી ઘરફોડ ચોરીમાં ગુન્હાને અંજામ આપેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓઆ ઘરફોડ ચોરીના ગુનામાં ચોરી કરવામાં આવેલ બે મોબાઇલ(૧)નોકિયા કંપની કિપેટવાળો તથા (૨)vivoકંપનીનો ટચ સ્ક્રીન મોબાઇલ કુલ કી.રૂ૫૫૦૦ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા, આરોપી પાસેથી અન્ય પ મોબાઇો જેમાં vivoતથા સેમસંગ તથા એમ.આઇ તથા આઇનાની કંપનીના ૨ એમ કુલ પાંચ શંકાસ્પદ મોબાઇલ મળી આવતાં માલિકની ખરાઇ કરવા તજવીજ કરવામાં આવેલ છે.