સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

જામનગરના નાંદુરી ગામના ૬પ વર્ષના મહિલાનો જમીનના પ્રશ્ને આત્મવિલોપનનો પ્રયાસ

કલેકટર કચેરીએ ફિનાઇલ પી લેતા સારવારમાં

જામનગર તા.૧૩ : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામે રહેતા પુષ્પાબેન હરીભાઇ મુછડીયા ઉ.૬પ એ ખેતીની જમીનના પ્રશ્ને ગઇકાલે બપોરે જામનગર કલેકટર કચેરી ખાત ેફીનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેણીને જામનગરની સરકારી જી.જી.હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા જ દલિત સમાજના આગેવાનો વકીલ ગૌતમ ગોહિલ, ગુલાબ ચૌહાણ, દામજીભાઇ સૌંદરવા, નટવર ચાંચિયા, પરેશ વાઘેલા, ગૌતમ વાઘેલા, હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા અને મહિલાના ખબર અંતર પુછયા હતા.

મહિલના પુત્રએ આ તકે જણાવ્યું હતું કે ચારેક દિવસથી કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન કરતા હતા પણ સરકારના પેટનું પાણી હાલતુ નહોતું ૪૦ વર્ષથી જમીનનો કબજો ધરાવીએ છીએ ૧૦ વખત લાલપુર પોલીસમાં દબાણકર્તાઓ વિરૂદ્ધ ફરીયાદ આપવા પણ ગયા હતા પણ ફરીયાદ નથી નોંધતા ચાર વખત પૈસા ભર્યા પણ માપણી વારા આવીને જતા રહે છ.ેજેથી અંતે કંટાળીને આ પગલું ભર્યું હતું (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:08 pm IST)