સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

રાજ્યના સરહદી જિલ્લાઓમાં પોલીસ સાબદી :કંડલા અને મુન્દ્રા પોર્ટ પર સુરક્ષાતંત્ર એલર્ટ

રાઉન્ડ ધ ક્લોક પોલીસ જ્વાનોનું ઉંટ અને પગી વડે પણ પેટ્રોલિંગ

અમદાવાદ : આગામી 15મી ઓગસ્ટને અનુલક્ષીને સરહદી જિલ્લાઓ ક્ચ્છ, બનાસકાંઠા અને પાટણમાં પોલીસને સાબદી કરાઇ છે. કાશ્મિરની સ્થિતી બદલાયા બાદ પાકિસ્તાન તરફથી કોઇપણ અટકચાળાની દહેશત છે. તેથી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ચેકપોસ્ટો,રેલવે સ્ટેશન હવાઈ અને બસ સ્ટેશનો તેમજ પ્રવાસન સ્થળો પર ચેકીંગ હાથ ધરાયુ છે.

આ સાથે દરિયાઈ બોર્ડર કંડલા અને મુન્દ્રા પોર્ટ પર વધારે સુરક્ષા પ્રત્યે સતર્કતા દાખવવામાં આવી રહી છે. રણ સરહદે આર્મી તૈનાત છે રાઉન્ડ ધ ક્લોક પોલીસ જ્વાનોનું ઉંટ અને પગી વડે પણ પેટ્રોલિંગ કરવા સાથે સમગ્ર સુરક્ષા તંત્ર સતત એલર્ટ મોડમાં છે

(1:06 pm IST)