સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

ઇદમાં સૌને મળીને ન્હાવા પડેલા પિતા-પુત્ર પૈકી પુત્રનું મોતઃ પૂર્વ સરપંચનો પાણીએ ભોગ લીધો

કચ્છમાં ડુબી જવાની ર ઘટનામાં રના મોતથી અરેરાટી

ભુજ તા. ૧૩ : કચ્છમાં ધોધમાર વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાય ગયા છે.અને સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે ત્યારે બે દુર્ઘટનામાં  પિતાની નજર સામે પુત્રનુ તથા વોકળામાં ડૂબી જવાથી પૂર્વ સરપંચનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છ.ે

ગત બે દિવસ પહેલા કચ્છમાં પડેલા ભારે વરસાદની  અસર હવે વરતાઇ રહી છે ઠેક ઠેકાણે નુકસાન થયું છે તેનું સમારકામ હાથ ધરાયુ છે.જોકે, વરસાદી પાણીએ બે ભોગ લીધો છે. અબડાસાના જખૌ ગામે પિતાની સામે પુત્રનું મોત નીપજયું છે. આશીરવાંઢ ગામે ઇદનો તહેવાર મનાવીને હસણભાઇ જત અને તેમનો ૧ર વર્ષીય પુત્ર આયુબ ગામના તળાવામાં નહાવા પડતા તેમના પુત્ર અયુબ જતનું ડુબી જવાથી અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. તો, બીજા બનાવમાં અબડાસા તાલુકાના ઉકીર ગામના પ૮ વર્ષીય હમીર વજીભાઇ રબારી પોતાના ખેતરેથી પાછા વળતા હતા ત્યારે વોકળામાં રહેલા પાણીમાં અકસ્માતે ડુબી જતાં વધુ પાણી પી લેવાથી તેમનું મોત નીપજયું હતું.

(11:46 am IST)