સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

વાંકાનેર પાસેના સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનો પ્રાગટય દિને ભવ્ય વરણાંગીમાં ભકતો જોડાયા

પ૧ લીટર ગાયના દૂધનો દાદાને અભિષેક કરાયો બે દિવસના લોકમેળામાં ફજત ફાળકાની લોકો મોજ માણી શકયા નહિ ટેકનીકલ કારણસર માલિકો કાગળો રજૂ કરી શકયા નહિ

વાંકાનેરઃ વાંકાનેર પાસેના સ્વયંભુ જડેશ્વર મહાદેવ પ્રાગટવયદિન નિમિતે ે સૌરાષ્ટ્રનો પ્રથમ લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને દાદાની પરંપરાગત રવાડી કાઢવામાં આવી તી. સ્વયંભુ જડેશ્વર મહાદેવના પ્રાગટયદિનની શ્રાવણ માસના બીજા સોમવારે પરંપરાગત ઉજવણી કરવામાં આવે છેે જેના નિમિતે મંદિરના સાનિધ્યમાં વર્ષોથી લોકમેળો યોજાઇ છે. લોકમેળાના આગલે દિવસે સોરાષ્ટ્ર યુનિ કુલનાયક ડો. વિજય દેસાણી સહિતના આગેવાનોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રવિ-સોમ બે દિવસ યોજાતા સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળામાં  ચિકકાર જનમેદની ઉમટી હતી ત્યારે આયોજકો દ્વારા કોઇ ગરબડ ઉભી ન થાય તે માટે જહેમત ઉઠાવવામાં આવી .  દાદાના પ્રાગટયદિન નિમિતે સવારે મંદિરના પ્રાગણથી દાદાના મુખવટા સાથેની રવાડી કાઢવામાં આવી હતી અને મેળાના નીજ મંદિરના શિવલીંગ પર મહંતના હસ્તે પ૧ લીટર ગાયના દુધનો અભિષેક, ચંદનલેપ, ધ્રુપ, દીપ, ફુલોનો શણગાર, આરતી સહિતની પુજનવિધિ કરવામાં આવી હતી (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

વાંકાનેર તા.૧૩: વાંકાનેરથી ૧૦ કિ.મી. દુર આવેલ પ્રસિધ્ધ સ્વયંભુ શ્રી જડેશ્વર દાદાનો શ્રાવણ માસના બીજા સોમવારે પ્રાગટય દિન હોય સવારે નિજ મંદીરેથી ભવ્ય શોભાયાત્રા (વરણાંગી) નિકળી હતી. શણગારેલા રથમાં જડેશ્વર દાદાનું ચાંદીનું મોહરૂ રથમાં બીરાજમાન થઇ કાર માર્ગથી શોભાયાત્રા મેળા પરિસરમાં ફરી પગથીયા માર્ગેથી  પુન નિજ મંદીરે પહોંચેલ. શોભાયાત્રામાં મંદીરના મહંત શ્રી રતીલાલજી મહારાજ, પુજારી છગનભાઇ પંડયા, ટ્રસ્ટીઓ, ભાવીકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. બપોરે ૧ર-૦૦ વાગ્યે નિજ મંદીરમાં પ૧ લીટર ગાયના દુધ અને પંચામૃતથી જડેશ્વર દાદાને અભિષેક બાદ ફુલના શણગાર બાદ મહા આરતી થયેલ જેનો હજારો લોકોએ લાભ લીધો હતો.

સ્વયંભૂ શ્રી જડેશ્વર દાદાના પ્રાગટય દિન નિમીતે મંદીર નિચેના ભાગે મેળા પરિસરમાં રવી-સોમ બે દિવસનો લોકસાંસ્કૃતિક મેળો ભરાય છે. જેમાં ફજત-ફાળકા, રમકડા અને ખાણીપીણીના ધંધાર્થીઓ દુરદુરથી અહીં ધંધો કરવા આવે છે. આ બે દિવસના મેળામાં આ વર્ષ ગઇકાલથી ફજત ફાળકા ચકરડી, મોતના કુવા જેવી મોટી રાઇડ આજે સોમવારે બપોરના બે વાગ્યા સુધી બંધ હાલતમાં જોવા મળેલ. આ અંગે એવુ જાણવા મળેલકે અમદાવાદના રીર્વરફંડના બનાવ બાદ આકારા નિયમો અને તેમા જરૂરી કાર્યવાહી ફજત-ફાળકાના ધંધાર્થીઓ પુરી કરી શકયા નહી હોવાથી મંજુરી નહી મળવાથી બંધ રહ્યા છે.

(11:46 am IST)