સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

સોમનાથમાં નિર્માણધિન ભવ્ય સર્કીટ હાઉસના બાંધકામનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી

સોમનાથમાં નિર્માણધિન સર્કીટ હાઉસની બાંધકામ સાઇડની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મુલાકાત લીધી હતી. તે પ્રસંગની તસ્વીરમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા નજરે પડે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ)

 

પ્રભાસપાટણ, તા. ૧૩ : સોમનાથ ખાતે રૂ.૧૪.૪૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સર્કીટ હાસની મુલાકાત ના.મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે લીધેલ. તેઓએ સર્કીટ હાઉસની મુલાકાત લઇ બાંધકામમાં વપરાતા મટીરીયલ્સની ચકાસણી કરી માર્ગદર્શન આપેલ. સર્કીટ હાઉસનું નિર્માણ બાદ મહાનુભાવો રોકાણ માટે આવે ત્યારે તેઓને સમુદ્ર, સોમનાથ મંદિર અને કુદરતી નજારાના સારી રીતે દર્શન થાય અને દરિયાય વાતાવરણમાં ટકાઉ બાંધકામ અંગે માર્ગદર્શન આપેલ.

અધિકારીઓ સાથે પરામર્શ કરતા ના.મુખ્યમંત્રીએ જણાવેલ કે આ સર્કીટ હાઉસ સામાન્ય સર્કીટ હાઉસ કરતા વિશેષ એકોઝોડેશન સગવડ, સાધન સુવિધાથી સજજ થશે. સોમનાથ મહાદેવના દર્શને આવતા રાષ્ટ્રીય મહાનુભાવો પ્રવાસ રોકાણ દરમ્યાન આધુનિક સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. આ બાંધકામ એક વર્ષમાં પૂર્ણ થશે.

આ મુલાકાતમાં અધિકારી નીતિન સાંગવાન, માર્ગ મકાન નાયબ કાર્યપાલક ઇજનેર સુરેશ ચારણીયા, એસ.ઓ. નંદાણીયા, મામલતદાર દેવકુમાર આંબલીયા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા સહિતના અધિકારીઓ હાજર રહેલ.

(11:42 am IST)