ગોંડલમાં ગુંદાળા ચોકડી ખાતે રોયલ એનફિલ્ડ બૂલેટના રિટેલ સ્ટોરનો પ્રારંભ
રાજકોટ તા. ૧૩: મોટરસાયકલ ક્ષેત્રે મોટુ નામ ધરાવતાં રોયલ એનફિલ્ડ એકલા ભારતમાં ૯૩૦ જેટલા ડિલર ટચપોઇન્ટસ, ૮૮૦૦થી વધુ સર્વિસ સ્ટેશન તથા ૯૦૦થી વધુ અધિકૃત સર્વિસ વર્કશોપ ધરાવે છે. રોયલ એનફિલ્ડ દેશમાં પ્રિમિયમ બ્રાન્ડસમાં સોૈથી વધુ વેંચાણ અને સર્વિસ નેટવર્ક ધરાવે છે. આ નેટવર્કમાં વધારો કરવા નવા ડીલર ટચ પોઇન્ટ શરૂ કર્યા છે. તે અંતર્ગત ગોંડલ શહેરમાં આદિત્ય મોટો (ગુજરાત) પ્રા.લિ.ના નામે ગુંદાળા ચોકડી ખાતે નવોરોયલ એનફિલ્ડ રિટેલ સ્ટોરનો પ્રારંભ થયો છે.
ગોંડલ ખાતે આ સ્ટોરનું ઉદ્દઘાટન થયું તેમાં કંપનીના અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટોરના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં. ઉદ્દઘાટન વેળાએ કંપનીના અધિકૃત તરફથી જણાવાયું હતું કે રોયલ એનફિલ્ડ ૮૭ વર્ષથી ફિલ્ડમાં છે. જેમાં બૂલેટ સોૈથી વધુ વેચાતુ મોટર સાઇકલ છે. હવે નવા રંગરૂપો સાથે વિવિધ ૬ નવા પ્રકારના બૂલેટ લોન્ચ થશે. જેમાં કાળો, મરૂન અને સિલ્વર રંગ આવશે. આ ઉપરાંત લાલ અને બ્લુ રંગ પણ છે. ભારતભરના સ્ટોર પર આ માટે ૯ ઓગષ્ટથી બૂકીંગ શરૂ થઇ ગયા છે. બૂલેટની કિંમત હવે ૧,૧૨,૦૦૦થી શરૂ થશે. તેમ જણાવાયું હતું. ગોંડલના આદિત્ય મોટોના મનિન્દરસિંઘ ધિલ્લોન તથા જલમિતસિંઘ ધિલ્લોન (મો. ૯૦૯૯૦ ૯૨૭૨૭, ૯૦૯૯૦ ૯૨૭૨૮)નો વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકાય છે.