સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

જાયવા પાસે ટેન્કર પલ્ટી મારતા દોડધામ

જામનગર-રાજકોટ હાઇવે પર જાયવા નજીક ભરબપોરે એસન્ટ કારે પલ્ટી મારતા સામેથી આવતા જવલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર પણ પલ્ટી મારવાની ઘટના બની હતી. સેલવાસથી જામનગર રિલાયન્સમાં આવતો જીજે-૧ર-એવાય-૯૦૮૧ નંબરનું દેવજીભાઇ આહીરનું લિકિવડ ભરેલુ ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સામેથી આવતી જીજે-૩-સીઇ-૮પ૯૬ નંબર એસન્ટ કારે અચાનક પલ્ટી મારતા આ ટેન્કરની સામે આવી ગઇ હતી. જેથી અકસ્માત સર્જાતા ટેન્કરમાંથી એસઆર નામનું જવલનશીલ પ્રવાહી લીકેજ થતા દોડધામ મચી ગઇ હતી અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાને પગલે ધ્રોલથી ફાયર બ્રિગેડ અને પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લિકવિડ લીકેજ અટકાવવા કવાયત આદરી છે. જયારે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા મથામણ હતી. આ ઘટનામાં સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો-કિંજલ કારસરીયા-જામનગર)

(11:38 am IST)