સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

જામકંડોરણાના બોરીયા ગામમાં ખેડુત યુવકનો ભોગ લેનાર ભુંડ ઝડપાયું

જામકંડોરણા તા ૧૩  : તાલુકાના બોરીયા ગામના ખેડુત યુવક હિતેશકુમાર મથુરભાઇ સાવલીયા (ઉ.વ.૩૫) કાલે બપોરના સુમારે તેમના ખેતરમાંઆવેલ ભુંડને તગડવા જતાં અચાનક તેમના ઉપર ભુંડેહુમલો કરતા ગંભીરરીતે ઇજાગ્રસ્ત થતાં જામકંડોરણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવતા રાજકોટ પહોંચે તે પહેલાંજ રસ્તામાં મોત થયું હતું. આ બનાવની જાણ થતાંજ નાના એવા બોરીયા ગામમાં અરેરાટી ફેલાઇ ગઇહતી અને બોરીયા ગામના લોકો જામકંડોરણા હોસ્પિટલે એકઠા થઇ ગયા હતાં. ઉપસ્થિત બોરીયા ગામના ગ્રામજનોએ જણાવેલ કે ખેડુતો ભૂંડના ત્રાસથી સીમમાં જતાં ડરે છે, જેથી સરકારશ્રીએ આ બાબતે કાયમી ઉકેલ લાવવાની માંગ પણ કરી હતી અને આની પહેલાં પણ ખેડુતો ઉપર નાના મોટા હુમલાઓ થયેલ છે, તો ખેડુતોને પોતાના ખેતરે કામ કરવા કેમ જવુ તેવો પણ પ્રશ્ન ઉદભવી રહયો છે.

દરમિયાન આ બનાવની જાણ જામકંડોરણા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ગઇકાલ સાંજથી જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને રેસ્કયું કરી આજે સવારે ફોરેસ્ટ ખાતાની ટીમે ભૂંડને પકડી પાડયું હતું.ે આ કામગીરીમાં જુનાગઢ રેસ્કયુ ટીમના ડો. વી.વી. અપારનાથી (અમરાપુરગીરી), જામકંડોરણા રેન્જ ફોરેસ્ટ ઓફીસર જે.આર. જાકાસણીયા તથા સ્ટાફે ભારે જહેમત બાદ આ ભૂંડને પકડી  પાડવામાં આાવ્યું હતું.

આજે આ ભૂંડને પકડવામાં આવ્યું ત્યારે બોરીયા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં આ ખેતરે હાજર હતા ત્યારે ખેડુતોએ જણાવેલ કે સરકારશ્રી ખેતીને બચાવવા આ ભૂંડના ત્રાસ અંગે નક્કર પગલાં ભરે તેવી માંગ કરી હતી.

(11:36 am IST)