સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

એક અભ્યાસમાં ખુલાસો

ભાવનગર અને અમરેલી જિલ્લાના લોકો ગીર અભ્યારણ ધરાવતા જુનાગઢ જિલ્લાના લોકોની સરખામણીમાં વધારે 'સિંહ પ્રેમી'

નવી દિલ્હી,તા.૧૩:વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)એ ૨૦૦૯-૨૦૧૪ વચ્ચે 'ઈકોલોજી ઓફ લાયન ઈન એગ્રો-પેસ્ટોરલ ગીર લેન્ડસ્કેપ, ગુજરાતટાઈટલ હેઠળ કરેલી સ્ટડીમાં ખુલાસો થયો છે કે, જયાં દશકાઓ પહેલા વાદ્ય જોવા મળતા હતા તેવા ભાવનગર અને અમરેલી જિલ્લાના લોકો ગીર અભયારણ્ય ધરાવતા જૂનાગઢ જિલ્લાના લોકોની સરખાણીમાં વધારે 'સિંહ પ્રેમી'છે. ગીર અભયારણ્ય એશિયાઈ સિંહો માટેનું અંતિમ રહેઠાણ છે, જયાં ૧૯ની સદીથી પ્રાણીઓની હાજરી જોવા મળી રહી છે.

'સ્થાનિક લોકોના વલણ અંગે અભ્યાસ કરતાં, સામે આવ્યું છે કે ભાવનગર જિલ્લાના લોકો જૂનાગઢ જિલ્લાના લોકોની સરખાણીમાં વધારે સિંહ પ્રેમી છે. જૂનાગઢ જિલ્લાના લોકો સિંહો સાથે રહેવાનો એક અવિરત ઈતિહાસ ધરાવે છે અને તાજેતરમાં જ ભાવનગર અને અમેરલી જિલ્લાના કૃષિ-પશુપાલન ક્ષેત્રમાં વિખેરાઈ ગયા છે'તેમ જાણીતા સિંહ નિષ્ણાત અનેWII વૈજ્ઞાનિક વાય.વી. ઝાલા અને રિસર્ચર્સ કૌશિક બેનર્જી અને પરાબીતા બાસુએ જણાવ્યું.

ગીર અને પ્રોટેકટેડ વિસ્તારની બહારના ૨૫૪ ગામનાં ૬૮૦ કરતાં વધારે લોકોને સવાલ પૂછવામાં આવ્યા હતાં, જેમાં સંશોધનકારોને જાણવા મળ્યું છે કે સિંહો સાથેના સંદ્યર્ષને સહન કરવાના લાંબા ઈતિહાસે જૂનાગઢના ઉત્ત્।રદાતાઓને અમરેલી અથવા ભાવનગર જિલ્લાના લોકોની સરખામણીમાં વધારે વિરોધી બનાવી દીધા છે. સિંહોના હુમલાના કારણે જૂનાગઢના લોકોના ખેતરમાં ઊભા પાક અને પશુઓને નુકસાન પહોંચે છે, જેનાથી તેમને આર્થિક માર પણ સહન કરવો પડે છે. હકીકતમાં, ૭૪ ટકા લોકોએ કહ્યું કે વળતર યોજના આર્થિક રીતે યોગ્ય નહોતી.

ગીરની બહાર સિંહોની દ્યનતા માત્ર ૧૦૦ સ્કવેર કિમી દીઠ માત્ર ૨ છે, જે સામાજિક સહિષ્ણુતાના હદ નીચે છે જેના કારણે લોકો પોતાની આસપાસના વિસ્તોરમાં સિંહને ઈચ્છે છે, તેમ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સ્ટડીમાં જણાવાયું છે.

છેલ્લે ૨૦૧૫ની ગણતરી કરવામાં આવી હતી, જે મુજબ ગુજરાતમાં ૫૨૩ સિંહો હોવાનું નોંધાયું હતું, જેના વિશે એવું અનુમાન લગાવાયું હતું કે તે ૭૦૦ સિંહ હતા. જેમાંથી ૫૦ ટકા સિંહો ચાર પાડોશી જિલ્લાઓ ભાવનગર, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથના ૨૨ હજાર સ્કવેર કિમીમાં ફેલાયેલા પ્રોટેકટેડ એરિયાની બહાર રહેતા હોવાનો અંદાજ છે. હાલ સુધી, સિંહોની વધતી સંખ્યા માટે ગીરમાં માનવ-પ્રાણી વચ્ચેના ખાસ બોન્ડિંગને શ્રેય આપવામાં આવતો હતો

(11:33 am IST)