સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

આતંકવાદી હુમલાના ઇનપુટ અને 15મી ઓગસ્ટને પગલે કચ્છમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો

ભુજ રેલવે સ્ટેશને તમામ પ્રવાસીઓ અને માલસામાનનું ચેકીંગ ;સમગ્ર જિલ્લામાં એલર્ટ

ભુજ : દેશમાં આતંકવાદી હુમલાના ઇનપુટ અને 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે, ત્યારે કચ્છ જીલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

 ભુજ રેલ્વે સ્ટેશન પર આવતા જતાં તમામ પ્રવાસીઓ તેમજ તેમના માલ સામાનની તપાસ સાથે ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવીહતી. ક્ચ્છ એ સીમાવર્તી જિલ્લો છે અને દરિયામાં સામે પાર પાકિસ્તાનમાં નાપાક ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે સમગ્ર જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

કચ્છમાં રણ, દરિયાઈ અને હવાઈ સીમા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભુજ રેલ્વે સ્ટેશન પ્રવાસીઓથી વધુ ધમધમતું રહે છેત્યારે હાલમાં વરસાદને કારણે ઘણી ટ્રેન રદ થઈ હોવાથી સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો સાથે સાથે સરહદ ઉપર પણસુરક્ષાનો જાપતો વધારી દેવાયો છે.

 

(8:43 am IST)