સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th July 2019

મોરબીમાં ગુરૂપૂર્ણિમાએ રાજર્ષિમુની પધારશે

બે દિવસીય કાર્યક્રમઃ પાદુકાપૂજન - સમૂહ પ્રાર્થના - પ્રવચનઃ યોગ ચાહકોમાં ઉત્સાહ

મોરબી, તા. ૧૧ :. ગુરુપૂર્ણિમાના પર્વ નિમિતે રાજર્ષિ મુની બે દિવસ મોરબી પધારશે

ઙ્ગભારતીય ઋષિમુનિઓ યોગ પરંપરાના વાહક ગણાય છે. ત્યારે લીંબડી પાસે આવેલા જાખણ ગામ સ્થિત રાજર્ષિ મુનીનો આશ્રમ ખ્યાતનામ બન્યો છે. આ આશ્રમના રાજર્ષિ મુની કે જેમને કઠિન ગણાતી ખેચરી યોગ સાધના સિદ્ઘ કરી છે જેઓ આવનારી ગુરુપૂર્ણિમાના દિવસે મોરબી ખાતે પધારનાર છે ત્યારે બે દિવસીય કાર્યક્રમ માટે મોરબી સ્થિત યોગ ચાહકોમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.ઙ્ગ ૧૯૭૨માં દાહોદ પાસેના હાલોલ કલોલ ખાતે ડેપ્યુટી કલેકટરની મોભાદાર સરકારી નોકરી છોડી રાજર્ષિ મુનીએ સન્યાસ ધારણ કર્યો હતો . ત્યાર બાદ એમનું પૂર્ણ જીવન સતત યોગમય બનતું ગયું. આ વર્ષે વિશ્વ યોગ દિવસે યોગ ક્ષેત્રે પ્રદાન બદલ રાષ્ટ્રપતિ હસ્તે એમને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

લકુલીશ ગુરુ પરંપરાને આગળ ધપાવતા રાજર્ષિ મુનીએ મૂળ મોરબી નજીકના શાપર ગામે જન્મ લીધો છે. હાલમાં હજારો શિષ્યોએ એમની પાસેથી ગુરુમંત્ર ધારણ કર્યો છે. યોગ થકી સ્વસ્થ જીવન તેમજ નિરોગી કાયાનો એમનો ઉપદેશ ગ્રહણ કર્યા બાદ હજારો લોકોનું જીવન સકારાત્મક રીતે ઉદ્ઘવગતિ પામ્યું છે. ત્યારે આ વર્ષે ગુરુપૂર્ણિમાના પવન અવસરે તેઓ મોરબી પધારી રહ્યા છે.

તેઓના આગમન પ્રસંગે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૬ ઙ્ગજુલાઈને મંગળવારના રોજ સવારે ૦૮.૩૦ થી ૦૯.૩૦ દરમ્યાન યજમાન દ્વારા પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦ કલાકે પૂ.રાજર્ષિ મુનીનું પાવન આગમન થશે. ત્યાર બાદ દીપ પ્રાગટય, સમૂહ પ્રાર્થના, સ્વાગત પ્રવચન, ગુરુજીનું પુષ્પમાળા સ્વાગત, મહાનુભવોનું પ્રવચન, ગુરુ દ્વારા આશીર્વચન, આભાર દર્શન, ગુરુ ચરણ સ્પર્શ તેમજ મહા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. આ તકે મંત્ર દીક્ષા પણ આપવામાં આવશે.

બીજા દિવસે તારીખ ૧૭ જુલાઈને બુધવારના રોજ પૂ.રાજર્ષિ મુની મોરબી નજીક આવેલા શાપર ગામ સ્થિત મંદિરે લોકદર્શન અર્થે આગમન કરશે. જયાં પણ પૂ.ગુરુદેવ મંત્ર દીક્ષા આપશે અને મહાપ્રસાદ વિતરિત થશે. ઉલ્લેખનિય છે કે પુરા વિશ્વમાં બ્રહ્માજીના માત્ર ત્રણ મંદિર જ વિદ્ઘમાન છે. જેમાં પ્રથમ મંદિર રાજસ્થાનમાં પુષ્કર સ્થિત બ્રહ્માજી મંદિર, બીજું મંદિર લીંબડી પાસે આવેલ જાખણ સ્થિત અને ત્રીજું બ્રહ્માજીનું મંદિર મોરબી નજીક શાપર ગામે આવેલું છે. આ મંદિરમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ બિરાજમાન છે.

લાઈફ મિશન અંતર્ગત રાજ રાજેશ્વર ધામ, જાખણ, શ્રી કાયવરોહણ તીર્થ સેવા સમાજ, કાયવરોહણ અને કૃપાલુ આશ્રમ, મલાવ, વિજય દર્શન યોગાશ્રમ, આશા દ્વારા આયોજિત આ બન્ને કાર્યક્રમોમાં ભાવિકોને ઉપસ્થિત રહેવા માટે આયોજકોએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય યજમાન મોરબીના પ્રતિષ્ઠિત નાગરિક કે.જી.કુંડરિયા અને સહ યજમાન પદે રતિલાલ જાકાસણીયા છે.

(10:19 am IST)