સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

બિન અધિકૃત આંગળીયાઓ દ્વારા રેલવેમાં સોના-ચાંદી સહિતની થતી લાખોની હેરફેરઃ જવાબદાર કોણ?

ખંભાળિયાથી દરરોજ રાજકોટ સુધી લઇ જવાતી કિંમતી વસ્તુઓ

ખંભાળિયા, તા.૧૫: ટ્રેનમાં અવાર-નવાર આંગળીયા પેઢીના લૂંટના બનાવો બનતા હોવાનું સામે આવી છે. જેમાં લાખો કરોડોના સોના-ચાંદીના ઝવેરાતો, રોકડ સહિતની ચિજ-વસ્તુઓની લુંટ થતી હોવાના આંકડાઓ દર્શાવવામાં આવે છે. ત્યારે આ આંકડાઓ અંગે વાસ્તવિકતા કેટલી તે પણ કેટલાક અંશે પ્રશ્ન ઉભા કરે છે.

ખંભાળિયાથી દરરોજ કેટલાક બિન અધિકૃત આંગળીયાઓ દ્વારા શહેરના સોના-ચાંદીના વેપારીઓની કિંમતી ચિજ વસ્તુઓ, રોકડ સહિતનો સામાન કોઇપણ આધાર પૂરાવા વગર રેલવેમાં નોન સિકયુરીટી વચ્ચે લઇ જઇ રાજકોટ, અમદાવાદ સુધી હેરફેર કરવામાં આવે છે. એમ છતાં રેલવેમાં નોન સિકયુરીટી હાથ ધરવામાં આવતું નથી. છાસવારે આકસ્મિક રીતે કિંમતી સામાનોના થેલાઓ ગુમ થઇ જવા તેમજ પૂર્વ આયોજીત લુંટના બનાવો બને છે. ત્યારે આવા બિન અધિકૃત આંગળીયાઓ માટે રેલવે પોલીસ ધંધે લાગે છે. અને તમામ જવાબદારી રેલવે ઉપર ઢોળી દેવામાં આવે છે. ત્યારે રેલવે તંત્ર અને આરપીએફ દ્વારા ધરવામાં આવે તો આકસ્મિક સંજોગોમાં આંગળીયાઓ દ્વારા રજૂ કરવામાં આવતા લાખો-કરોડોના આંકડાઓ અંગે તથ્થ કેટલું છે તે પણ સામે આવી શકે. આ ઉપરાંત રેલવેમાં આંગળીયાઓ દ્વારા લઇ જવાતી વસ્તુઓ ગેરકાયદેસર કે બીલ વગરની પણ હોવાનું રેલવે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો સામે આવી શકે તેમ છે. ત્યારે ખંભાળિયા આરપીએફ અને રેલવેે વિભાગ બિન અધિકૃત આંગળીયાઓ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.(૨૨.૧૧)

(1:17 pm IST)