સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

વાંકાનેર તાલુકાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી પકડાયો

મોરબી એસ.ઓ.જી ની ટીમે પાટડીમાંથી દબોચી લીધો

મોરબી, તા.૧પઃ વાંકાનેર તાલુકાના અપહરણના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓને સુરેન્દ્રનગરના પાટડીથી મોરબી એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચના હેઠળ મોરબી એસ.ઓ.જી પી.આઈ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. ટીમના ફારુક પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગરના પાટડી ગામેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી દેવકરણ દેવજીભાઈ કડિવાર ( ઉ.૨૨) અને ભોગ બનનાર બંને મળી આવતા આરોપીની અટકાયત કરી હતી. તેમજ ભોગ બનનારને તેના વાલીને સોંપવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.

(11:28 am IST)